તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભાવનગરમાં ખેડૂતવાસ શ્રમજીવી સોસાયટીના ભાડાના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની વિવિધ બ્રાન્ડની કુલ બોટલ નંગ-408 સાથે રૂ.1,22,400 નો મુદ્દામાલ જપ્ત

ભાવનગર એલસીબી સ્ટાફના કર્મચારીઓ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન શહેરના નવાબંદર રૂવાપરી રોડના ચોક પાસે ખેડૂતવાસ શ્રમજીવી સોસાયટીના ભાડાના મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. અને દારૂની વિવિધ બ્રાન્ડની કુલ બોટલ નંગ-408 સાથે રૂ.1,22,400 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરતો

એલસીબી નાઈટ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન શહેરના નવા બંદર રૂવાપરી રોડ ચોક પાસે આવતાં બાતમીરાહે હકિકત મળેલી કે, વિશાલ ઉર્ફે કાનો દિનેશભાઇ વાજા રહે. ખેડૂતવાસ રૂવાપરી રોડ શાકમાર્કેટ પાસે તથા અસ્લમ હુસેનભાઇ પરમાર ખેડૂતવાસ શ્રમજીવી સોસાયટી પ્લોટ નંબર-124નું ભાડે મકાન રાખી તેઓના કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરે છે. જે જગ્યા ઉપર રેડ કરતા વિશાલ ઉર્ફે કાનો દિનેશભાઇ વાજા વાળો હાજર મળી આવતા તેના મકાનની તપાસ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો મળી કુલ રૂ.1,22,400 ના મુદ્દામાલ સાથે મળી આવતા બંને ઇસમો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...