પૂજન:સાળંગપુર ધામ ખાતે સવા લાખ હનુમાન ચાલીસાના પાઠ કરાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જગતના નાગરીકની સુખ, શાંતિ, સમૃધ્ધી માટે]
  • સવારના 7 થી સાંજના 7 સુધી ષોડશોપચાર પૂજન

પ્રસિધ્ધ સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરર દ્વારા સંપૂર્ણ અધિક માસ દરમ્યાન સવા લાખ હનુમાન ચાલીસાનુ આયોજન કરવામાં આવ્યુ છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર દ્વારા સર્વે જગતના જીવ માત્રની સુખાકારી માટે અને વિશ્વ શાંતી માટે તા.18-9-2020ને શુક્રવારથી શરૂ થતા અધિક માસ (પુરૂષોત્તમ માસ)માં આખો મહિનો દરરોજ સવારે 7 થી સાંજના 7 કલાક સુધી ષોડશોપચાર પૂજન સાથે બ્રાહ્મણો દ્વારા હનુમાન ચાલીસા પઠનનુ આયોજન કરવામાં આવેલ છે. તેની તડામાર તૈયારી ચાલી રહી છે.

તેમજ અધિક માસ દરમ્યાન દર શનિવારે ભવ્ય ષોડશોપચાર પૂજન આરતી 6-30 કલાકે કરવામાં આવશે. જેમા સંપૂર્ણ માસમાં સવાલાખ હનુમાન ચાલીસા કરાવી કળીયુગમાં જીવતા જાગતા અને સાળંગપુરમાં સાક્ષાત બિરાજમાન એવા કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણોમાં કોરોના મહામારીનો નાશ થાય અને માનવ જીવન વહેલી તકે પૂર્વવત થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે. મંદિર દ્વારા આયોજીત આ સેવા સંકલ્પનો લાભ લેવા અને વિશેષ માહીતી માટે સંસ્થાના મો.9825835304,305,306 નંબર ઉપર સંપર્ક કરવા મંદિર દ્વારા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...