તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મેઘમહેર:ભાવનગરમાં દોઢ ઇંચ વરસાદ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં આ ચોમાસામાં કુલ વરસાદ 1000 મી.મી.ને વટાવી ગયો
  • જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 707 મી.મી. થયો

અધિક માસમાં અનરાધાર વરસાદ ગોહિલવાડ પંથકમાં વરસી રહ્યો છે ત્યારે આજે ભાવનગર શહેરમાં બપોરના સમયે દોઢ ઇંચથી વધુ વરસાદ અષાઢી ધારાએ વરસી ગયો હતો જ્યારે જેસરમાં અડધા ઈંચથી વધારે અને તળાજામાં હળવા ઝાપટા વરસ્યા હતા. ભાવનગર શહેરમાં આજના વરસાદથી આ ચોમાસામાં કુલ વરસાદ 1,000 મી.મી.ને વટી ગયો છે. ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં સરેરાશ વરસાદ 707 મીલીમીટર થયો છે જે સિઝનના કુલ વરસાદ 595 મી.મી.ના 118. 72% થાય છે.

ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં કાળાડિબાંગ વાદળો સાથે પલટો આવ્યો હતો અને અષાઢી ધારાએ 38 મીમી વરસાદ વરસી ગયો હતો. આજના વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા ત્યારે રસ્તા પણ તૂટી ગયા હોય ઠેર ખાબોચિયા ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વળી સફાઇના અભાવે ગંદકીના થર જામી ગયા હતા. આજના 38 મીમી વરસાદથી ભાવનગર શહેરમાં સિઝનનો કુલ વરસાદ 1,001 મીલીમીટર થઈ ગયો છે. જે વર્ષના સરેરાશ વરસાદ 689 મી.મી.ના 145.19 ટકા થાય છે. જેસરમાં પણ આજે વરસાદ શરૂ રહ્યો હતો આજે વધુ 15 મી.મી. વરસાદ વરસી જતા સિઝનમાં કુલ 696 મી.મી. થઈ ગયો હતો. તળાજામાં હળવા ઝાપટા સાથે 7 મીમી વરસાદ નોંધાયો હતો જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ચોમાસું માહોલ છવાયેલો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો