તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજળીના કડાકા-ભડાકા:ભાવનગરમાં મોડી રાત્રે દોઢ ઇંચ વરસાદ, ઘોઘામાં અઢી અને મહુવામાં બે ઇંચ ખાબક્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • ગારીયાધાર દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો

ભાવનગર શહેર અને જિલ્લામાં મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, ઘોઘામાં અઠ્ઠી ઇંચ, મહુવામાં બે ઇંચ, ગારીયાધાર અને ભાવનગર દોઢ ઇંચ, પાલીતાણા, વલ્લભીપુર, જેસર અને ઉમરાળા માં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં સાંજે ભારે બફારા બાદ મોડી રાત્રે શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની પધરામણી થઈ હતી એક વાગ્યે શરૂ થયેલ વરસાદ વહેલી પરોઢના ત્રણ વાગ્યા સુધી વરસ્યો હતો અને સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

ભાવનગર સહિત જિલ્લાના ઘોઘામાં - 62 મિમી, મહુવામાં - 44 મિમી, ગારીયાધારમાં - 32, જેસરમાં - 14 મિમી, પાલીતાણામાં - 19 મિમી, ભાવનગરમાં - 31 મિમી, ઉમરાળામાં - 12 મિમી, વલ્લભીપુરમાં - 11 મિમી પંથકમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ધરતીપુત્ર માટે આ વરસાદ વાવણી કરાયેલી મોલાત માટે વરદાન સમાન છે કારણકે પાકની જરૂરિયાત મુજબ જ વરસાદ વરસતો હોવાનાં કારણે મોલાત વૃદ્ધિ ખૂબ સારી રીતે થાય છે. રાજ્યના હવામાન વિભાગે આગામી બુધવાર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાંની આગાહી કરી છે.

મધરાતે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને તેજ પવન ફૂંકાવા સાથે વાદળો ઘેરાયા હતાં અને વિજળીના તીવ્ર કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રાત્રે એક વાગ્યે શરૂ થયેલા વરસાદ વહેલી પરોઢના સાડાત્રણ વાગ્યા સુધી શરૂ રહ્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...