તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:શનિવારે મોડી રાત્રે ઉમરાળામાં દોઢ ઇંચ,વલ્લભીપુરમાં પોણો ઇંચ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિતાણા અને સિહોરમાં ઝાપટા વરસ્યા
  • ભાવનગર જિલ્લામાં ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 20 ટકાને આંબી જવા આવ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાના વરસાદના પ્રથમ તબક્કામાં સંતોષકારક વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગઇ કાલ શનિવારે મોડી રાત સુધીમાં ઉમરાળામાં દોઢ ઇંચ અને વલ્લભીપુરમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે પાલિતાણા અને સિહોરમાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા. આજે રવિવારે સાંજ સુધીમાં એક માત્ર જેસરમાં ઝાપટા રૂપે 3 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લામાં ગઇ કાલ શનિવારે રાત્રે 9 વાગ્યા સુધી ક્યાંય વરસાદ વરસ્યો ન હતો પણ બાદમાં ખાસ કરીને ઉમરાળામાં મેઘસવારી આવી હતી અને મોડી રાત સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

જ્યારે વલ્લભીપુરમાં પણ મોડી રાત સુધીમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. તો સિહોર અને પાલિતાણામાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા. આમ, પ્રથમ રાઉન્ડના વરસાદનું જોર હજી યથાવત જોવા મળ્યું હતુ. જો કે આજે સાંજ સુધીમાં જિલ્લામાં એક માત્ર જેસરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં સૌથી વધુ 150 મી.મી. વરસાદ ઉમરાળામાં વરસી ગયો છે.

જ્યારે સૌથી ઓછો વરસાદ જેસરમાં 71 મી.મી. નોંધાયો છે. આમ, સૌથી વધુ વરસાદ અને સૌથી ઓછા વરસાદ વચ્ચે 3 ઇંચનો તફાવત છે. સમગ્ર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 595 મી.મી. છે અને તેની સામે આજ સુધીમાં 114 મી.મી. એટલે કે 19.73 ટકા વરસાદ વરસી ગયો છે. જે પ્રથમ તબક્કા માટે સારો ગણી શકાય.

ભાવનગરના ક્યા તાલુકામાં કેટલો વરસાદ ?
તાલુકોકુલ વરસાદઆજ સુધીમાંટકાવારી
ઉમરાળા546 મી.મી.150 મી.મી.27.46 ટકા
વલ્લભીપુર589 મી.મી.118 મી.મી.20.02 ટકા
પાલિતાણા587 મી.મી.127 મી.મી.21.63 ટકા
સિહોર622 મી.મી.75 મી.મી.12.07 ટકા
જેસર679 મી.મી.72 મી.મી.0.60 ટકા
ગારિયાધાર463 મી.મી.148 મી.મી.31.99 ટકા
ભાવનગર689 મી.મી.147 મી.મી.21.32 ટકા
ઘોઘા613 મી.મી.88 મી.મી.14.35 ટકા
તળાજા567 મી.મી.108 મી.મી.19.06 ટકા
મહુવા604 મી.મી.116 મી.મી.19.20 ટકા
કુલ595 મી.મી.114 મી.મી.19.73 ટકા
અન્ય સમાચારો પણ છે...