સમસ્યા:ગુરૂવારે માનસ શાંતિ, નેચરલ પાર્ક વિ. વિસ્તારોમાં વીજ કાપ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 66 કેવી તણસાના ફીડરોમાં વીજ પુરવઠો નહિ મળે
  • સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અનિલ ફીડરના વિસ્તારોમાં વીજ કાપ જાહેર

પશ્ચિમ ગુજરાત વીજ કંપની શહેર-1 ડિવિઝન હેઠળના બંદર રોડ ફીડર આંશિક અનિલ ફીડરના વિસ્તારોમાં તારીખ 12 જાન્યુઆરીને ગુરુવારે સવારે 7 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. તો ગુરૂવારે જ 66 કેવી તણસા સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ 11 કેવીના ફીડરોમાં કામગીરી કરવાની હોય સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. ગુરુવારે અનિલ ફીડર હેઠળના માનસ પ્રાઈમ, માનસ શાંતિ માનસ કીર્તિ આરાધના રેસીડેન્સી નેચરલ પાર્ક તથા આજુબાજુના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી બીજ પુરવઠો મળશે નહીં.

જેટકો પ્રવચન વિભાગ વરતેજના કચેરી હેઠળના 66 કેવી તણસા સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ 11 કેવીના ફીડરોમાં કામગીરી કરવાની હોય સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં. 66 કેવી સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ 11 કિલો વોટના ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...