તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:આ શિક્ષક દિને શિસ્ત અને સંસ્કાર સાથે શિક્ષણ માટે કટિબદ્ધ થઇએ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વેક્ષણનો બહિષ્કાર કરી શિક્ષકોએ અપડેટ થવાની તક ગુમાવી છે
  • 21મી સદીના શિક્ષણમાં આજે ચિંતા અને ચિંતન કરવું એ અનિવાર્યતા બની ગઇ છે : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

તા.5 સપ્ટેમ્બરે શિક્ષણ દિનની ઉજવણી થવાની છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે સાડા ત્રણ દાયકા પછી અત્યંત વિચાર-વિમર્શ અને મંથનના અંતે નવી શિક્ષણ નીતિ જાહેર થઇ છે. જેમાં પ્રાથમિક શિક્ષણ ઉપર ખુબ જ ભાર મુકવામાં આવ્યો છે. બાળક ધો.1માં પ્રવેશે તે પૂર્વે પ્રિ-પ્રાયમરીના 3 વર્ષ કરીને આવે જેમાં શિક્ષણ સાથે શિસ્ત અને સંસ્કારનો પાયો નાખવામાં આવે જેથી શરૂઆતથી જ મજબૂત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ શિસ્ત અને સંસ્કારના વાતાવરણ સાથે આગળ વધે. આ હેતુ સિદ્ધ કરવા માટે શિક્ષકને તાલીમ દ્વારા સજ્જ કરવો જરૂરી છે. આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવે તે પણ આવશ્યક છે.

આજના યુગમાં એકની એક થીમ નહીં ચાલે તેમાં પરિવર્તન જરૂરી છે. કક્ષા પ્રમાણે લર્નિંગ આઉટકમ પણ જરુરી છે. ચિંતા અને ચિંતન બન્ને આવશ્યક છે. આથી જ શિક્ષકોની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયેલો અને તે પણ મરજિયાત હતો પણ અંતે શું થયું તે બધા જાણે છે. સરકાર શિક્ષકોની કસોટી લેવામાં નિષ્ફળ ગઇ એવું જાહેર કરાયું પણ આ તો ખરેખર દુ:ખદ બાબત છે કારણ કે સ્વમૂલ્યાંકન કરીને પોતાની જાતને તૈયાર નહીં કરે તો વિદ્યાર્થીઓની નવી પેઢીમાં સ્વીકૃત બની બને. આથી સર્વેક્ષણમાં ભાગ ન લેનારા શિક્ષકોએ તાલીમને વધુ ગુણવત્તાયુક્ત બનાવાની તક ગુમાવી છે.

સરકાર, શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓનો એક સરખો ધ્યેય હોય તો જ સફળતા મળે છે. પણ શિક્ષકોએ પોતાને અપડેટ થવાની તક ગુમાવી છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કારના પ્રસંગનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે આપણે સૌ કોઇ શિક્ષકો સજ્જ થઇએ તેમ શિક્ષણ મંત્રીએ અંતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...