ઓફલાઇન શિક્ષણ:ત્રીજા દિવસે જિલ્લાની 931 પ્રાથમિક શાળાઓમાં હાજરી વધીને 47% થઇ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસમાં હાજરીમાં 6 ટકાનો વધારો
  • ભાવનગર જિલ્લામાં ધોરણ 1થી 5માં કુલ 1.26 લાખ વિદ્યાર્થીઓ પૈકી 59 હજારથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા

ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની 10 તાલુકામાં આવેલી કુલ 931 પ્રાથમિક શાળાઓમાં હવે ધો.1થી 5માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયાના તૃતિય દિવસે વિદ્યાર્થીઓની હાજરી વધીને 46.93 ટકા થઇ ગઇ હતી. ગઇ કાલે આ હાજરી 40.76 ટકા હતી એટલે એક દિવસમાં હાજરીમાં 6 ટકા જેવો વધારો થયો છે. હવે આવતી કાલ ગુરૂવારથી હાજરીમાં હજી વધારો થશે.

ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી.મીયાણીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે ભાવનગર જિલ્લાની કુલ 931 પ્રાથમિક શાળાઓમાં હવે ધો.1થી 5માં વિદ્યાર્થીઓની હાજરી વધી રહી છે. ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની 931 શાળાઓમાં ધો.1થી 5માં કુલ 1,26,439 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં આજે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયાના ત્રીજા દિવસે 59,341 વિદ્યાર્થીઓ એટલે કે 46.93 ટકા હાજરી નોંધાઇ હતી. જે સારી હાજરી ગણી શકાય.

કોરોના કાળમાં 20 માસ સુધી સતત શાળઓમાં વર્ગખંડોનું શિક્ષણ બંધ રહ્યા બાદ હવે વાલીઓના સંમતિપત્રક અને કોરોનાની ગાઇડલાઇનના અમલીકરણ સાથે ધો.1થી 5માં વર્ગોમાં ઓફલાઇન શિક્ષણનો આરંભ થઇ ગયો છે. ત્યારે શિક્ષકો માટે મુખ્ય પડકાર બાળકોમાં મોબાઇલની ટેવને છોડાવી વર્ગમાં બ્લેક બોર્ડ સમક્ષ શિક્ષણ મેળવતા કરવા અને વાંચન-લેખન માટે રસ જગાવવો તે છે.

જિલ્લાની 931 પ્રાથમિક શાળામાં ધો.1થી 5માં હાજરી

તાલુકોશાળાકુલ સંખ્યાહાજર સંખ્યાટકાવારી
ભાવનગર8815895805150.65 ટકા
ગારિયાધાર596533305246.72 ટકા
ઘોઘા718326421850.66 ટકા
જેસર556179276244.70 ટકા
મહુવા157257551140444.28 ટકા
પાલિતાણા11015548725146.64 ટકા
સિહોર11615027788452.47 ટકા
તળાજા15322165960143.32 ટકા
ઉમરાળા575327264349.62 ટકા
વલ્લભીપુર655684247543.54 ટકા
કુલ9311264395934146.93 ટકા
અન્ય સમાચારો પણ છે...