અંગદાન જાગૃતિ સમાજમાં ખુબજ જરૂરી છે લોકોમાં ખુબજ ગેરમાન્યતાઓ જોવા મળે છે અત્યારની પરિસ્થિતિમાં કિડની ના રોગો તથા લિવર,હૃદય જેવા રોગો થી લોકો ખુબજ પીડાઈ રહયા છે અને લોકો ને અંગદાન મળતા નથી લોકોને કેડેવર અંગદાન મળે તે હેતુ થી અંગદાન જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી રહી છે.હાલ માં કિડનીના દર્દીઓનું ખૂબ વેટિંગ છે જેથી આ જાગૃતિ ખુબજ જરૂરી છે. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી તેમજ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન સમાજમાં કીડની અને તેના રોગો ન થાય અને અને અંગદાન જાગૃતિ માટે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં કાર્ય કરી રહ્યુ છે.
ત્રિલોકભાઇ પરીખના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહી છે. જે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન કાર્યરત છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 200 થી વધારે કિડનીના દર્દીઓને દવા ડાયાલાઇઝર તેમજ જરૂરી ચીજવસ્તુઓની મદદ કરવામાં આવી છે. જરૂરીયાતમંદ કિડનીના દર્દીઓને રોગોથી દર્દીઓ પીડાઇ નહી તે માટે અગાઉથી કિડનીના તમામ કેમ્પો અને લેબોરેટરીના તપાસના કેમ્પમાં અત્યાર સુધીમાં 15000થી વધુ લોકોની આરોગ્ય તપાસ ફ્રીમાં કરવામાં આવી છે.
10 વર્ષમાં 300થી વધારે જન જાગૃતિના કાર્યક્રમો કરીને તેના માધ્યમથી 4.5 લાખથી વધુ લોકોને તંદુરસ્ત જીવન શૈલી અને કિડનીના રોગોથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. 13 ઓગષ્ટના વિશ્વ અંગદાન દિવસ નિમિતે ઓનલાઇન કવીઝ સ્પર્ધા, સંકલ્પ પત્રો, અંગદાન જાગૃતિ સેમીનાર સહિતના કાર્યક્રમોનુ આયોજન કરાશે. આ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરનાર વ્યકિત અથવા આરોગ્ય તપાસ કેમ્પ કરવા ઇરછનારે રોહિતભાઇ ભંડેરી 8511114257નો સંપર્ક કરવો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર શાખા 24 કલાક ચક્ષુદાન, દેહદાન, અંગદાન અને મેડીકલ ઓકસીજન માટે કાર્યરત છે. દેશમાં 25 લાખ લોકો કીકીના રોગોથી થતા અંધાપાથી પિડાય છે. જેમા દર વર્ષે 25 થી 50 હજાર દર્દી ભાવનગરમાં અત્યાર સુધીમાં 927 દેહદાન સ્વીકારાય છે. જયારે 3016 વ્યકિતઓએ ચક્ષુદાન, 1171 વ્યકિતઓએ દેહદાન અને 437 વ્યકિતઓએ અંગદાન અંગે સંકલ્પ પત્ર ભરી વસીયનામા કર્યા છે. રેડક્રોસમાં 24 કલાક 2424761,2430700 પર ફોન કરવાથી આ સેવાનો લાભ મળશે.
મૃત્યુ બાદના સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા | |
ચક્ષુદાન | 3016 |
દેહદાન | 1171 |
અંગદાન | 437 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.