• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • On The Occasion Of The Centenary Celebrations Of Pramuch Swami Maharaj In Bhavnagar, Somaprakash Swami Gave Lectures On 'Sat Yuga In Kali Yuga'.

ધાર્મિક પ્રવચન:ભાવનગરમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સોમપ્રકાશ સ્વામીએ 'કળિયુગમાં સતયુગ' વિષય પર પ્રવચનો આપ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અક્ષરવાડી, ભાવનગર ખાતે ચાલી રહેલા નવરાત્રિ ભક્તિ પર્વના પાંચમા દિવસે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ 'કળિયુગમાં સતયુગ'એ વિષયક મનનીય પ્રવચનનો લાભ આપ્યો હતો.

જ્યાં ભગવાન અને સાચા સંત હોય ત્યાં જ સતયુગનો અનુભવ થાય
ભગવાન સ્વામિનારાયણે કલિકાળમાં આ પૃથ્વી ઉપર પધારી સદાચાર યુક્ત સત્સંગી સમાજ તૈયાર કર્યો હતો. એજ પરંપરા પ્રમુખસ્વામી મહારાજે જાળવી રાખી અને શાસ્ત્ર સંમત નિયમ ધર્મનું પાલન કરતો સમાજ ભેટ આપ્યો. આદર્શ યુવા સમાજ તૈયાર કરી કળિયુગમાં સતયુગનું સ્થાપન કર્યું. જ્યાં ભગવાન અને સાચા સંત હોય ત્યાં જ સતયુગનો અનુભવ થાય. આજે સાંપ્રત સમયમાં કંચન અને કામિની સૌથી વધુ અશાંતિ ઊભી કરનારા પરિબળો છે. માટે શાસ્ત્રો, ભગવાન અને સાચા સંતોએ બાંધેલી મર્યાદામાં રહીએ તો કળિયુગમાં સતયુગનો અનુભવ થાય.

સત્સંગ સભા તથા ભક્તિ પર્વ દ્વારા સમાજમાં છૂટા છેડાના કેસો ઘટ્યા છે
આજના દિવસે બાળકોએ સંસ્કાર નૃત્ય રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. આજે ભક્તિ પર્વમાં ઉપસ્થિત રહેલા નાગરિક બેંકના ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી જીતુ ઉપાધ્યાયે પ્રમુખસ્વામી મહારાજ સાથેના પ્રસંગોની વાત કરતા જણાવ્યું કે "કચ્છના ભૂકંપ વખતે બી.એ.પી.એસ સંસ્થાની સેવા અદભુત હતી. પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વજ એવું દિવ્ય હતું કે, તમને સહેજે જ તેમની આજ્ઞા પાળવાનું મન થાય. સત્સંગ સભા તથા ભક્તિ પર્વ દ્વારા સમાજમાં છૂટા છેડાના કેસો પણ ઘટ્યા છે એ મારો સ્વાનુભવ છે. "શેઠ બ્રધર્સના ગૌરવ શેઠ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સુનિલ વડોદરીયા, હીરા ઉદ્યોગના મુળજી ધનજી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...