શોભાયાત્રા:જળજીલણી અગિયારસ નિમિત્તે ભાવનગરના નારી ગામમાં ઠાકોરજીની શોભાયાત્રા નીકળી

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના નારી ગામ જળ જીલણી એકાદશી નિમિતે ભગવાન ઠાકોરજીની ધામધુંમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાલિગ્રામ મહારાજ વિક્રમ 1831 સાલથી છે પરંપરા ચાલી આવે છે. તે પ્રમાણે નારી ગામમાં મુખી પરિવાર દ્વારા જળજીલી અગિયારસના દિવસે ભગવાન શ્રી ઠાકોરજીને ધામધૂમથી વાજતે ગાજતે નારી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

કૃષ્ણએ ગોપીઓ સાથે નોકા વિહાર કર્યા હતા
ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે નોકા વિહાર કર્યા હતા જે પરંપરા આજ સુધી ચાલી આવે છે અને ભગવાન શ્રી હરિને નૌકા વિહાર કરવામાં આવ્યા હતા. ભગવાનની પાંચ સંતો દ્વારા આરતી કરવામાં આવે છે, નૌકા વિહાર કરવામાં આવે છે તદુપરાંત વિવિધ હવેલીઓ અને કૃષ્ણ મંદિરો ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જળ જીલણી એકાદશી અનેક પાપો માંથી મુક્તિ આપનાર એકાદશી કહેવાય છે. આ શોભાયાત્રામાં નારી ગામના અનેક ભાઈઓ તથા બહેનો યાત્રામાં જોડાયા હતા અને ભાવિ-ભક્તો મોટી સંખ્યામાં જોડાયને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...