તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભાણાની દિકરીના લગ્ન પ્રસંગે ભાઇ ગયા, તસ્કરો ઘરમા કળા કરી ગયા

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરમાંથી રોકડ-દાગીના મળી 85000ની ચોરી કરી ગયા
  • બોટાદના શ્રમજીવીના પત્નિની તબીયત નાદુરસ્ત હોય અમદાવાદ ગયા હતા

બોટાદ ખાતે અેકલા રહેતા શ્રમજીવી ગત તા.15/2 ના રોજ લગ્ન પ્રસંગે રાજકોટ ગયા હતા. અને ત્યાંથી અમદાવાદ દિકરા સાથે રહેતા તેમના પત્નિની તબીયત સારી ન હોય તેમની ખબર કાઢવા જતા તસ્કરોઅે તેમના બંધ મકાનને નીશાન બનાવી તાળા તોડી તિજોરીમાંથી રોકડ તથા દાગીના મળી કુલ રૂ. 85000 ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ ખાતે રહેતા ઇશ્વરભાઇ અરજણભાઇ ચાૈહાણ ગત તા.15/2 ના રોજ તેમના બહેનના ભાણાની દિકરીના લગ્ન પ્રસંગે વહેલી સવારે ઘરને તાળુ મારી રાજકોટ ગયા હતા. અને તા.17/2 ના રોજ તેઅો લગ્ન પ્રસંગ પતાવી રાજકોટ થી અમદાવવાદ જયા તેમના દીકરા સાથે તેમના પત્નિ રહે છે. અને તેમની તબીયત નાદુરસ્ત હોય તેઅો અમદાવાદ ગયા હતા. જયા પત્નીને દવાખાને દાખલ કરેલ હોય તેઅો ત્યા રોકાયા હતા.

દરમ્યાન તેઅોને તેમના ભાભી દેવુબેને ફોન કરી જણાવેલ કે તમારા ઘરના તાળા ખુલ્લા છે. જેથી તેઅોને અંદર કોણ છે તે તપાસ કરવાનુ કહેતા તેઅોઅે તપાસ કરી જણાવેલ કે ઘરનો તમામ સામાન વેર વીખેર પડયો છે. અને ચોરી થયાની અાશંકા છે. જેથી તેઅો તુરંતજ બોટાદ અાવેલ અને ઘરમા તપાસ કરતા ઘરના અને તિજોરીના તાળા તુટેલા હતા. અને તેમા રહેલા રૂ. 24000 રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 85000 ની મતાની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હતા. બોટાદ પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો