તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:મોંઘવારી મુદ્દે આજે કરચલીયા પરા વિસ્તારમાં આમ જનતા દ્વારા રેલીયોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોએ સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ મોંઘવારી મુદ્દે રેલીયોજી

દેશમાં જે પ્રમાણે મોંઘવારીએ માઝા મૂકી છે તેને લઈને હવે આમ જનતા પણ રોડ પર ઉતરી આવવા માટે મજબૂર બની છે. આજે ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા લોકો સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ મોંઘવારી મુદ્દે રેલી યોજી અને કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરી હતી.

સામાજિક કાર્યકરની આગેવાનીમાં લોકો મોંઘવારી મુદ્દે રોડ પર ઉતરી આવ્યા

હાલ જે પ્રમાણે જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. તેને લઈને હવે આમ જનતાને જીવનનિર્વાહ ચલાવવા મુશ્કેલ બની ગયો છે. આવા સંજોગોમાં હવે જનતાની સહનશક્તિની સીમા આવી ગઈ હોય તેવું લાગે છે. આજે ભાવનગર શહેરમાં કોઇ રાજકીય પક્ષ નહીં પરંતુ કોઈ એક વિસ્તારના લોકો સામાજિક કાર્યકરની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે રોડ પર ઉતરી આવ્યા હતા અને રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ખારગેટ વિસ્તારથી રેલી યોજી ઘોઘાગેટ વિસ્તારમાં પ્રદર્શન કર્યું

ભાવનગર શહેરના પ્રેસ રોડ અને કરચલીયા પરા વિસ્તારના લોકો સામાજિક કાર્યકર સુરેશ ચૌહાણની આગેવાની હેઠળ પોસ્ટરો સાથે ભાવનગરના ખારગેટ વિસ્તારથી રેલી યોજી ઘોઘાગેટ વિસ્તારમાં પ્રદર્શન કરી અને કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરવામાં આવી હતી. આવેદનમાં રજૂઆત કરાઈ હતી કે હાલ શિક્ષણ નહીં તો પછી ફી શા માટે, તેમજ જીવન જરૂરી વસ્તુઓના બેફામ વધી રહેલા ભાવોને કાબૂમાં લેવામાં આવે, ભ્રષ્ટાચારીઓ પર કડક પગલાં લેવામાં આવે તેવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો