નવતર વિરોધ:ભાવનગરમાં ખરાબ રોડના પ્રશ્ને કૉંગ્રેસે મહાદેવને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો

ભાવનગર11 દિવસ પહેલા
  • શિક્ષણ મંત્રીનું આ તંત્ર નથી સાંભળતું, ત્યારે આમ પ્રજાનું તો શું સાંભળે? - શહેર પ્રમુખ

ભાવનગરમાં ખરાબ રોડના પ્રશ્ન લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા નવતર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. રોડના પ્રશ્નને લઈ મનપા કચેરીથી રેલી યોજી શહેરના ભીડભંજન મહાદેવ મંદિર સુધી પદયાત્રા યોજી ભગવાન ભોળાનાથને આવેદનપત્ર પાઠવ્યું હતું.

શાસકો તે 100 કરોડના કામ ચોમાસુ શરૂ થવાનું હતું છતાં પણ મંજૂર કર્યા
ભાવનગર મનપા કચેરીથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી રેલી યોજી મહાદેવને રોડના પ્રશ્ન આવેદનપત્ર પાઠવી નવતર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભાવનગરમાં રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે વાત જ કરોમા કોઈને કહી શકતા નથી અને રખડતા ઢોરનો ત્રાસ આ બધા પ્રશ્નોથી લોકો હેરાન પરેશાન છે અને ખાસ કરીને આ શાસકો તે 100 કરોડના કામ ચોમાસુ શરૂ થવાનું હતું છતાં પણ મંજૂર કર્યા છે.

ખરાબ રસ્તાઓ અને ઢોરના ત્રાસની વ્યથા કોઈને કહી શકતા નથી
આ અંગે શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ભાવનગરમાં રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે વાત જ કરોમા લોકો એટલા બધા પરેશાન છે કે પોતાની વ્યથા કોઇ ને કહી શકતા નથી અને રખડતાં ઢોરનો ત્રાસ આ બધા પ્રશ્નોથી લોકો હેરાન - પરેશાન છે. ખાસ કરીને આ શાસકો એ 100 કરોડ ના કામ ચોમાસુ ને શરૂ થવાનું હતું છતાં પણ મંજુર કરવામાં આવ્યા. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક અઠવાડિયા પહેલા રોડ રસ્તા બાબતે તાત્કાલિક રીપેર કરવા જણાવ્યું હતું આ તંત્ર મંત્રીને નથી ગણકારતા નથી ત્યારે આમ પ્રજાને તો ક્યાં ગણકારવાના, આ શાસક પક્ષોની અણ આવડતને કારણે રોડની સ્થિતિને કારણે લોકોના કમરના દુખાવા વધી ગયા છે, લોકો હાડમારી ભોગવી રહ્યા છે,

આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જિલ્લા પ્રમુખ, તથા શહેર અને જિલ્લાના કોંગ્રેસના તમામ આગેવાન, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ, વિવિધ સેલના આગેવાન - કાર્યકરોને હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...