• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • On The Issue Of Agricultural Reforms Bill, The Education Minister Said In Farmers Of The Country Will Not Accept The Protesters Who Are Spreading Illusions

પ્રહાર:કૃષિ સુધારા બિલ મુદ્દે શિક્ષણમંત્રીએ ભાવનગરમાં કહ્યું જે વિરોધીઓ ભ્રમ ફેલાવી રહ્યાં છે તે દેશના ખેડૂતો સાંખી નહીં લે, PMએ ખેડૂતોના હિતમાં જ નિર્ણય કર્યો છે

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી - Divya Bhaskar
ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી
  • પ્રધાનમંત્રીએ 50 મિનિટ સુધી દેશના ખેડૂતોને સંબોધીને કૃષિ કાયદા વિશે માહિતી આપી હતી

ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે આજે કૃષિ સુધારાના સંદર્ભમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં શિક્ષણમંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કૃષિ સુધારા બિલને લઈને જે વિરોધીઓ ભ્રમ ફેલાવી રહ્યાં છે તે દેશના ખેડૂતો ક્યારેય સાંખી નહીં લે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોના હિતમાં જ નિર્ણય કરે છે અને કરતા રહેશે, ગુજરાત અને દેશના અન્ય રાજ્યોના કિસાનો ખેડૂત વિરોધી તત્વોના ભ્રમ પ્રચારમાં નહીં આવે.

ખેડૂતોને નુકસાન થાય તેવી જોગવાઈ નથી- ચુડાસમા
શિક્ષણમંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા કૃષિ સુધારા બિલમાં જે સુધારા કરાયા તે ખેડૂતોના હિતમાં છે, ખેડૂતોને એક પણ પ્રકારનું નુકસાન થાય તેવી એક પણ જોગવાઇ નથી. રાજકીય વિરોધીઓ ફક્ત અને ફક્ત રાજકીય રોટલા શેકવા માટે દેશના કરોડો ખેડૂતોના હિતમાં લેવાયેલો આ નિર્ણય અંગે અપ્રસાર કરી ભ્રમ ફેલાવી રહ્યાં છે.

ખેડૂતોની આવક બમણી થશે- વાઘાણી
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાધાણીએ જણાવ્યું હતું કે કૃષિ કાયદાથી ખેડૂતોની આવક બમણી થશે. સુખાકારીમાં વધારો થશે. દેશમાં એક નવી પદ્ધતિઓ આવવાથી ખેતરોમાં તીડ,ભૂંડ સહિતના ત્રાસથી મુક્તિ મળી છે. જે વિરોધીએ ભ્રમ ફેલાવશે તેને રાજ્ય અને દેશના ખેડૂતો સાખી નહીં લે. વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે જે સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજના દ્વારા ખેડૂતોને સીધો જ ફાયદો કરાવ્યો છે.

કોંગ્રેસ સહિત રાજકીય વિરોધીઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે
કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓ જે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે. તે લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યાં છે. તેઓ અફવા ફેલાવી રહ્યાં છે કે તમારી જમીન જતી રહેશે, એપીએમસી બંધ થશે, તમને ટેકાના ભાવ નહીં મળે.

પ્રધાનમંત્રી 50 મિનિટ ખેડૂતો માટે સંબોધીને કાયદા વિશે માહિતગાર કર્યા
પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરી હતી. તેમાં પ્રધાનમંત્રીએ 50 મિનિટ સુધી દેશના ખેડૂતોને સંબોધીને આ કાયદા વિશે સાચી માહિતી આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 9 કરોડ ખેડૂત પરિવારના બેંક ખાતામાં 18 હજાર કરોડની રકમ એક ક્લીક કરીને અર્પી હતી. અત્યારે સુધીમાં 51.34 લાખ ખેડૂત પરિવારને બેંક ખાતામાં 1,027 કરોડની સહાય અપાઈ છે.