તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્નકૂટ શણગાર:પવિત્ર શ્રાવણ માસના પહેલા શનિવારે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને ફ્રૂટનો શણગાર કરાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15મી ઓગસ્ટ નિમિત્તે મંદીરના પરીસરમાં 551 બાળકોની ઉપસ્થિતીમાં 1551 ફુટનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે

બોટાદ જિલ્લામાં આવેલ જગ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં સફરજન, દાડમ, ચીકુ, મોસંબી, પાઈનેપલ, કેળા, દ્રાક્ષ, કીવી, સ્ટોબેરી, પોપૈયો, જમરૂખ સહીત વિવિધ જાતના 1000 કીલો ફ્રૂટનો હનુમાનજીદાદાને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યા હતા.

ડી.કે.સ્વામી દ્રારા સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં કરવામાં આવી હતી, તેમજ શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)એ સવારે 7 કલાકે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. બપોરે 11:15 કલાકે પરમ પુજ્ય કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી દ્રારા અન્નકુટ આરતી ઉતારવામાં આવી હતી. બપોરે 11:30થી સાંજના 4 કલાક સુધી ભક્તો માટે અન્નકુટ ના દર્શન ચાલુ રહ્યા હતા.

હનુમાનજીદાદા ને ધરાવવામાં આવેલા અન્નકુટના રૂબરૂ દર્શનનો લાભ હજારો હરિભક્તોએ લીધો હતો. તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અન્નકુટનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

15મી ઓગસ્ટ નિમિત્તે સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે પુજ્ય શાસ્ત્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી, ડી.કે.સ્વામીના માર્ગદર્શન હેઠળ તેઓની પાવન ઉપસ્થિતીમાં મંદીરના પરીસરમાં દિવ્ય અને ભવ્ય 1551 ફુટનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. હનુમાનજીદાદા ના સાનિધ્ય માં રાષ્ટ્રીય ગીત સાથે સવારે 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે.

આ પ્રસંગે 551 બાળકો તથા મંદીરના કર્મચારીઓ, સેવક ગણ, ભક્તો રાષ્ટ્રીય ગીત સાથે સલામી આપશે. 15મી ઓગસ્ટ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર રાષ્ટ્ર ભક્તિના નારાથી અને રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠશે. તેમજ 15મી ઓગસ્ટ નિમિત્તે હનુમાનજીદાદા ને ત્રિરંગાનો ભવ્ય શણગાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...