તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શન:પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાને બીલીપત્રનો શણગાર કરાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિર પરિસરમાં આવેલા શ્રી નિલકંઠ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવપૂજન કરાશે

બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બીલીપત્રનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 5:30 કલાકે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી દ્રારા શણગાર આરતી કરવામાં આવી હતી.

પવિત્ર શ્રાવણમાસ નિમિત્તે આજરોજ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને બીલીપત્રનો અદભુત્ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ બીલીપત્રના વાધા જેના દર્શનનો લ્હાવો હજારો હરિભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ની ધર્મશાળા પરિસરમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદીરમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 7 થી 10 વાગ્યા સુધી બ્રાહ્મણ દ્રારા શિવ પૂજન કરવામાં આવશે.બીલીપત્ર ના દિવ્ય શણગાર માં કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી, ડી.કે.સ્વામી સહીત મંદીરના સ્વયંસેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...