કોંગ્રેસની પરિવર્તન યાત્રા:ભાવનગર શહેરના જશોનાથ સર્કલથી ખોડિયાર મંદિર સુધી રવિવારે કોંગ્રેસની પરિવર્તન યાત્રા યોજાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ દ્વારા આવતીકાલે શહેરમાં પરિવર્તન યાત્રા સંદર્ભે આજરોજ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી, જેમાં આ યાત્રા શહેરના જશોનાથ સર્કલ ખાતેથી શરૂઆત થઈ ખોડિયાર મંદિર સુધીની યાત્રામાં કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલની ખાસ ઉપસ્થિતમાં યોજાશે.

આપના તમામ વાયદાઓ હાસ્યાસ્પદ છે: અમરીશ ડેર
ભાવનગર ખાતે આજે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં અમરીશ ડેરે આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે પોતાના રાજ્યમાં લોકો ને સુવિધા આપવામાં નિષ્ફ્ળ ગયેલા આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે માટે વાયદાઓ કરી રહ્યા છે અને આ તમામ વાયદાઓ હાસ્યાસ્પદ છે તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અમરીશ ડેરએ તેમની ભાવનગરની મુલાકાત સમયે જણાવ્યું હતું

ગુજરાતમાં ભાજપની સરકાર 27 વર્ષથી છતાં અહીં પ્રશ્નોની લાંબી યાદી છે
કૉંગેસ દ્રારા આવતીકાલે પરિવર્તન યાત્રાનું આયોજન કરી રહી છે તેને લઇ ને આજે ભાવનગરમાં કોંગ્રેસની એક પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય કનું બારૈયા તેમજ રાજસ્થાનના મંત્રી ભવરસીંગ ભાટી હાજર રહ્યા હતા, કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર 27 વર્ષ થી છે પરંતુ અહીં પ્રશ્નોની લાંબી યાદી છે માટે લોક જાગૃતિ માટે અમે પરિવર્તન યાત્રા કઢાવનું નક્કી કર્યું છે અને આવતીકાલે ભાવનગર શહેરમાં પરિવર્તન યાત્રામાં શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતમાં યોજાશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવી અમને આશા છે,

અન્ય સમાચારો પણ છે...