આયોજન:શહેરમાં મકર સંક્રાંતિએ ત્રણ સ્થળે 51 સૂર્ય નમસ્કાર કરી પૂજન કરાશે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવ, તખ્તેશ્વર મંદિર તથા પીલગાર્ડનમાં કાર્યક્રમ
  • પતંગ પર્વે યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં જુદા જુદા 75 સ્થળોએ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અંર્તગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.14મી જાન્યુઆરીને શનિવારે ઉતરાયણના દિવસે ગુજરાતનાં 75 વિશેષ સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) સ્થળો પર સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 100 યોગી ભાઈ - બહેનો દ્વારા 51 સૂર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને ઉગતા સૂર્યનું પૂજન કરશે. ત્યાર બાદ ઉતરાયણની ઉજવણી કરશે. ભાવનગર શહેરમાં બોરતળાવ, તખ્તેશ્વર મહાદેવ મંદિર તથા પીલગાર્ડન ખાતે સવારે સવારે 7 (રિપોર્ટિંગ ટાઈમ 6.45) કલાકે સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવેલ છે.

આ આયોજનનો હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી તેમજ યોગ પ્રત્યે જાગૃતિ તેમજ યોગનો પ્રચાર પ્રસાર અંગેનો છે. ભાગ લેનાર દરેક સાધક ને ઇ પ્રમાણપત્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે. જે માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમાં ભાગ લેવા માટેનું ફોર્મ https://forms.gle/UxefG5MfznLuSrcZ8 લિન્ક પર છે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા શહેર યોગ કો-ઓર્ડીનેટર ડૉ.રિદ્ધિ પિનાકીન માંડલિયાનો મોબાઇલ નં. 9426964247, જિગ્નેશ પટેલનો મોબાઇન નં. 9664993906 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...