આયોજન:પહેલી ઓગસ્ટે દેશની એક લાખથી વધુ શાળાઓમાં ભારતમાતાનું પૂજન

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત માતાની આરતીનું સમૂહ ગાયન કરાશે
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવશે

ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન તા.1 ઓગસ્ટના રોજ એક સાથે દેશભરની એક લાખથી વધુ શાળાઓમાં ભારત માતા પૂજન અને સૈનિક/સ્વતંત્રતા સેનાની પરિવાર સન્માન કાર્યક્રમોનું આયોજન કરશે. આ અંગે માહિતી આપતાં મહાસંઘના અખિલ ભારતીય પ્રમુખ પ્રો.જે.પી. સિંઘલે જણાવ્યું હતું કે, દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે મહાસંઘ દ્વારા એક લાખ શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરાશે.

મહાસંઘના અખિલ ભારતીય મહાસચિવ શિવાનંદ સિંદનકેરાના જણાવ્યા અનુસાર, સ્થાનિક વિસ્તારમાં રહેતા આઝાદીના સેનાનીઓ અને સૈનિકોના પરિવારનું સન્માન કરવામાં આવશે અને ફેડરેશન વતી ભારત માતાની તસવીર શાળાને અર્પણ કરવામાં આવશે.

કાર્યક્રમના અંતે ભારત માતાની આરતીનું સમૂહ ગાયન થશે. શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરતા પહેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજ નગર/ગામના ચોકમાં એકઠા થશે અને દેશભક્તિના ઘોષણા સાથે શોભાયાત્રા સ્વરૂપે શાળાએ પહોંચશે.શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજ વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં આઝાદીના સંગ્રામમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા લડવૈયાઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવામાં આવશે. આમ આઝાદીના પર્વની ઉજવણીની પૂર્વે શાળાઓમાં ભારત માતાના પૂજનનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...