વૃદ્ધ જહાજોને રિસાયકલ કરવા વેગ આપશે:ડીકાર્બનાઇઝેશનના કડક નિયમોને કારણે વૃધ્ધ જહાજનો નિકાલ કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગર અલંગની ફાઈલ તસવીર - Divya Bhaskar
ભાવનગર અલંગની ફાઈલ તસવીર
  • HKC મુજબની સવલતો વાળા શિપયાર્ડને મળી શકે છે પ્રાથમિકતા
  • અલંગ શિપ યાર્ડ ભણી એશિયન શિપઓનર્સની આશાભરી મીટ

એશિયન શિપ ઓનર્સ (માલીકો)એસોસિએશનની તાજેતરમાં મળી ગયેલી બેઠકમાં આગામી વર્ષે શિપ રીસાયકલિંગ ક્ષેત્રે આગઝરતી તેજી અપેક્ષિત છે અને તેના અગાઉ પર્યાવરણીય સંબંધિત સુધારાઓ સંપન્ન કરવા શિપ રીસાયકલિંગ યાર્ડ ધારકોને અપીલ કરવામાં આવી છે.

શિપબ્રોકર ક્લાર્કસન્સના આંકડાઓને ટાંકીને, ASA એ જણાવ્યું હતું કે, શિપ રિસાયક્લિંગ વોલ્યુમ આવતા વર્ષે લગભગ બમણું થઈ જવાનું છે, લગભગ 45.5 મિલિયન ટન થઇ જવાની ધારણા છે. ડિકાર્બોનાઇઝેશન રેગ્યુલેશનના પરિણામે જે "ઘણા વૃદ્ધ જહાજોને રિસાયકલ કરવામાં વેગ આપશે".

ASA એ કહ્યું કે, તેઓ ચિંતિત છે કે બાંગ્લાદેશ હાલનું વિશ્વનું સૌથી મોટું શિપરીસાયકલિંગ યાર્ડ છે, ત્યાં પૂરતા ગ્રીન રિસાયક્લિંગ યાર્ડ્સ નથી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં હોંગકોંગ કન્વેન્શન મુજબના પ્લોટની સંખ્યા 100થી વધુની છે, જે વર્કલોડના બમણા થવાને નિયંત્રિત કરવા માટે જહાજોના સલામત અને પર્યાવરણીય રીતે સાઉન્ડ રિસાયક્લિંગ માટેના હોંગકોંગ કન્વેન્શનનું પાલન કરે છે.

એશિયન શિપ ઓનર્સ એસોસિએશન (એએસએ)એ જણાવ્યું હતું કે તે 2023 માં રિસાયક્લિંગનું સ્તર શરૂ થવાની અપેક્ષા રાખે છે. તેણે જણાવ્યું હતું કે શિપ રિસાયક્લિંગ 2021માં લગભગ 24 મીલિયન ટન સુધી પહોંચ્યું હતું, અને 2022માં સમાન આંકડા સુધી પહોંચવાની અપેક્ષા છે. શિપના પ્રકાર પૈકી ટેન્કરો ટ્રેડિંગ ચાલુ રાખે છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હોંગકોંગ કન્વેન્શનનો અમલ થવાનો બાકી છે, જ્યારે ભાવનગરના અલંગમાં તેનો અમલ જડપથી થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...