એજ્યુકેશન:ધોરણ 12 સાયન્સમાં જૂના કોર્સની પરીક્ષા યોજાશે નહી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 ગુણના એમસીક્યુ અને 50 ગુણની થિયરી હશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સમાં જૂન-2019થી ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, હિન્દી અને અંગ્રેજી વિષયોમાં એનસીઇઆરટીના કોર્સ મુજબમા નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવ્યાં છે. આ કોર્સ મુજબ પ્રથમ પરીક્ષા માર્ચ-2020માં યોજ્યા બાદ હવે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી વર્ષ માર્ચ-2022થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની તમામ પ્રકારની પરીક્ષા હાલના એનસીઇઆરટી મુજબના નવા અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના જૂના કોર્સ આધારિત પરીક્ષા ઓગસ્ટ-2021 પૂરતી મર્યાદિત તક આપવામાં આવી હતી. હવે પછી આ વિદ્યાર્થીઓની જૂના કોર્સ મુજબની પરીક્ષા લેવાશે નહી. હવેથી નવા કોર્સ મુજબ 50 ટકા ઓએમઆર(એમસીક્યુ) અને 50 ટકા (થિયરી) સબજેક્ટિવ પ્રકારના પ્રશ્ન પદ્ધતિથી જ લેવાશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા તેમજ ઉમેદવારોને જાણ કરવા બોર્ડના નાયબ નિયામક જે.જી.પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...