તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દરિયાઈ જીવસૃષ્ટિનો વેપાર કરતો ઓખાનો શખ્સ કરાયો જેલ હવાલે

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંમળા ગામનો શખ્સ ઓખાના રજાક ચન્ના પાસેથી માલ મંગાવતો

દરિયાઈ જીવસૃષ્ટિના અલગ-અલગ પ્રજાતિના મૃગયા ચિન્હોનો વેપાર કરતા તળાજાના આંબળા ગામના શખ્સને વનવિભાગે ઝડપી લીધાં બાદ તેના રિમાન્ડમાં ઓખાના એક શખ્સનું નામ ખુલ્યું છે જેની અટક કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના જામીન નામંજુર કરતા તેને જેલહવાલે કરી દેવાયો છે.

દરિયાના જીવસૃષ્ટિના મૃગીયા ચિહ્નોનો સંગ્રહ અને વેપાર થતો હોવાની વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલને મળેલી ખાનગી માહિતીના આધારે વન વિભાગે ગત 23/8ના રોજ ગુન્હો નોંધ્યો હતો જેના આધારે તળાજાના આંબળા ગામના મહેન્દ્ર શામજીભાઈ મકવાણાની અટક કરી તળાજા કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. જેમાં મહેન્દ્રએ જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ તે આવા ચિન્હોના ઓર્ડર લઈ રજાક આમદભાઈ ચન્ના (રહે. ઓખા, તા. દેવભૂમિદ્વારકા) પાસેથી ઓર્ડર પ્રમાણે વસ્તુ લાવતો હતો.

જે બાદ વનવિભાગે રજાક ચન્નાને ગત 27/8ના રોજ અટક કરી આજે ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટ કોર્ટ તળાજાની કોર્ટ રજૂ કરતા કોર્ટે તેના જામીનના મંજૂર કરતા આરોપી રજાક ચન્નાને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે હવે આ મામલે કોઈ આંતરરાષ્ટ્રીય કનેક્શન છે કે કેમ તે તપાસનો વિષય હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...