તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:5 જુલાઇથી યુનિવરસિટીના 15,652 છાત્રોની ઓફલાઇન પરીક્ષા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિ. દ્વારા યુજી સેમ-6, પીજી-સેમ-4 તથા એલએલબી-બીએડ.ની પરીક્ષા લેવાશે
  • પરીક્ષાના પ્રથમ તબક્કામાં 1223 પરીક્ષાર્થીઓને મળી સેન્ટર ચેઇન્જની સુવિધા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આગામી તા.5 જુલાઇથી યુનિ.માં યુ.જી. સેમેસ્ટર-6 તથા પી.જી સેમેસ્ટર-4 તથા એલએલબી સેમ-1 અને 6, બી.એડ. અને બી.એડ. એચઆઇ સેમ-4, એમસીએ સેમ-1, એમબીએ સેમ-1-4, એમએચઆરડી સેમ-4, ટીવાબીએ, ટીવાયબીકોમ (એક્સટર્નલ)ની પરીક્ષામાં કુલ 15,652 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રોજ ત્રણ સેશનમાં આ પરીક્ષા લેવામાં આવશે. યુનિ. દ્વારા પરીક્ષાના કુલ 3 તબક્કા રહેશે. જેમાં 5 જુલાઇથી શરૂ થનારા પ્રથમ તબક્કા અંગે માહિતી આપતા કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે કોરોનાની મહામારી વચ્ચે પરીક્ષા ઓફલાઇન લેવાશે અને તેમાં સરકારની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરાવાશે. એન્ટ્રી અને એક્ઝીટ અલગ અલગ રહેશે. શહેર અને ગ્રામ્યના કુલ 26 પરીક્ષા કેન્દ્રો ખાતે ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે. કુલ 42 માર્કસની આ પરીક્ષા દોઢ કલાકના સમયમાં આપવાની રહેશે. પ્રથમ તબક્કામાં કુલ મળીને 1223 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પદ્ધતિએ પરીક્ષા કેન્દ્ર ચેઇન્જ કર્યા છે. તે તમામને આ સુવિધા અપાઇ છે. આ અવસરે કુલપતિએ યુનિવર્સિટીમાં 16 કોલેજમાં 5000થી વધુ લોકોને કોરોનાની વેક્સિન અપાયાની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...