• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • "Officials Should Not Harass The Applicant By Showing Him The Policy Rules. If There Is A Clash Of Words, Let's Correct The Words," He Said In Botad's Program.

અધિકારીઓને CMની ચેતવણી:'શબ્દોની રમત રમી લોકોને હેરાન ના કરો, જો કામ ના થતું હોય તો પહેલા જ ના પાડી દો'

બોટાદએક મહિનો પહેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

સરકારી કચેરીઓમાં કામ માટે જતા ઘણા અરજદારોએ ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદો હોય છે. ત્યારે આજે બોટાદમાં આયોજીત કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, વિવિધ નીતિ નિયમો બતાવી અરજદારને હેરાન કરવામા ના આવે. જે કામ ના થાય તેમ હોય તે ના પાડી દે. પહેલા ના પાડે અને પછી બે વર્ષ પછી તે જ કામ કરી આપવામા આવે તે શક્ય ના બને. કામ કરવામા શબ્દોની મારામારી નડતી હોય તો શબ્દો જ બદલી નાખીએ.

લોકોની હેરાનગતિ ના થાય તે માટે અમારા પ્રયત્નો- મુખ્યમંત્રી
ગઢડા ખાતે નવનિર્િત લીંબતરું યાત્રિક ભવનના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી કહ્યું હતું કે, લોકોની હેરાનગતિ ના થાય તે માટે અમારા પ્રયત્નો છે. લોકોને વિવિધ નિયમો બતાવી મહિનાઓ સુધી કચેરીના ચક્કર કપાવતા અને પછી કામ કરી આપનારા અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, જે કામ ના થાય હોય તે કામની તુરંત ના પાડવામા આવે. જે કામ આજે ના થાય અને બે વર્ષ પછી થાય તે કેવી રીતે શક્ય બને? જો ના થવાનું હોય તો પહેલા જ ના થાય. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શબ્દોની મારામારી હોય તો અધિકારીઓ શબ્દો લાવે કે જે આપણે સુધારી નાખીએ. અધિકારીઓને જેવો શબ્દ જોઈતો હોય તેવો શબ્દ મુકી આપીએ, પણ લોકોને હેરાનગતિ ના થવી જોઈએ.

CM ભૂપેન્દ્ર પટેલે આજે ગઢડા ખાતે રૂ.20 કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા, વડતાલ મંદિરનાં પીઠાધીપતિ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરનાં સ્વામી હરીજીવનદાસજી મહારાજ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તથા પદાધિકારીઓ-અધિકારીઓ, સંતગણ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...