• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • The Video Of RCC Road Work Going On In Nari Village Of Bhavnagar Is Going Viral, The Official Said Bad Material Is Being Dumped In The Well.

મનપાની ઘોર બેદરકારી!:ભાવનગરના નારી ગામે ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલી રહ્યું હોવાનો વીડિયો વાયરલ, અધિકારીએ કહ્યું- ખાળ કૂવામાં ખરાબ માલ નાખવામાં આવી રહ્યો છે

ભાવનગર3 મહિનો પહેલા
  • ચાલુ વરસાદે રોડ ન બનાવી રહ્યા હોવાનું અધિકારીએ સ્પષ્ટતા કરી

ભાવનગર શહેરના નારી ગામ પાસે ચાલુ વરસાદે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ ઘટના ભાવનગર શહેરના નારીગામની છે. જ્યાં વરસાદના પાણી ભરાયેલા હોવ છતાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જેને લઈ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ અંગે અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વરસાદમાં રોડ નથી બનાવી રહ્યા પરંતું રોડની વચ્ચે જે ખાળ કૂવો છે તેમાં સિમેન્ટ કોંક્રેટનો ખરાબ માલ નાખવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નારી ગામે બહુચરમાંના મંદિર પાસે આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામ લાખોના ખર્ચે મનપા કરી રહ્યું છે. જ્યાં ચાલુ વરસાદે રોડ માટેનો સીમેન્ટનો માલ નખાઈ રહ્યો છે. તેવો વીડિયો વાયરલ થયો છે.
વધારોનો માલ ખાળ કૂવામાં નાખે છે રોડ નથી બનાવી રહ્યાઃઈજનેર
આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના અધિક કાર્યપાલક ઇજનેર રવિરાજે જણાવ્યું હતું કે, ચાલુ વરસાદે કોઈપણ રોડના કામ કરવામાં આવતા નથી. જે વીડિયો વાઈરલ થયો તે અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા વરસાદ આવ્યો તે વરસાદમાં સિમેન્ટ કોંક્રેટનો માલ પલળી ગયો હતો તે અમસ્તા પણ ફેંકી દેવાનો હતો અને રોડ વચ્ચે જે ખાળકુવો હતો તેમાં આપણે પરાજુ નાખવું પડે, માટે જે માલ ખરાબ થઈ ગયો હતો તે વધારોનો માલ ખાળ કૂવામાં નાખવામાં આવી રહ્યો હતો. રોડ નથી બનાવી રહ્યા.

અન્ય સમાચારો પણ છે...