તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:GIDCની અટકેલા અમલથી જિલ્લાના વિકાસને અવરોધ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્લાસ્ટિક પાર્કના પ્લોટની ફાળવણી થઈ નથી અને નવા માઢીયા GIDCના ઠેકાણા નથી

ભાવનગર શહેર અને જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે જીઆઇડીસી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે પરંતુ નારી અને માઢીયામાં જીઆઇડીસી માટે અમલવારી ટલ્લે ચડી છે જ્યારે ગારીયાધાર વિકસિત તાલુકો હોવાથી ત્યાં પણ જીઆઇડીસી જરૂરી છે. નારી ખાતે પ્લાસ્ટિક પાર્કના પ્લોટની ફાળવણી માટે ફેબ્રુઆરી 2019 માં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. પરંતુ હજુ સુધી પ્લોટ ફાળવણી થઇ નથી. જ્યારે નવા માઢિયા જીઆઇડીસીની જાહેરાતને આશરે દસ વર્ષ થયા પરંતુ ત્યાં હજુ બાઉન્ડ્રી પણ ફિક્સ થઈ છે.

નવા માઢિયા જીઆઇડીસી માટે ઈરાદો જાહેર કરવાના જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા માટે યોગ્ય અમલવારી થાય તે પણ ઈચ્છનીય છે. ગારીયાધાર વિકસિત તાલુકો છે. ભાવનગર થી 80 કિલોમીટર દુર છે ત્યાં એક પણ જીઆઇડીસી નથી. તો ગારીયાધાર તાલુકાના નવી જીઆઇડીસી મળે તે માટે સરકારે સક્રિયતા દાખવી આવશ્યક છે. જે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી જગદીશ જાજડીયાએ મુખ્યમંત્રી, ઉદ્યોગ મંત્રી અને જીઆઇડીસીના કાર્યપાલક નિયામકને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો