મુશકેલી:ગંદા પાણી અને વીજળીનાં થાંભલાને અથડાઈને અસંખ્ય પક્ષીઓના મૃત્યુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 થી વધારે જળ પ્લાવિત ક્ષેત્રની હાજરીનાં લીધે 1.50 લાખ પક્ષીઓની હાજરી

ભાવનગરમાં ઘણા બધા વિદેશી પક્ષીઓ શિયાળામાં ધામા નાખી છે. ઉપરાંત અંદાજે દોઢ લાખથી વધુ પક્ષીઓ અહીં કાયમી વસવાટ પણ કરે છે. જેનું સૌથી મોટું કારણ છે ભાવનગરમાં જળ પ્લાવિત ક્ષેત્ર ની હાજરી. ભાવનગર જિલ્લામાં અંદાજે 100થી વધુ વેટલેન્ડ આવેલા છે. છેલ્લા ઘણા વર્ષોથી માનવીય પ્રવૃત્તિઓના લીધે વેટલેન્ડ ખૂબ જોખમી પરિસ્થતિ મુકાઈ ગયા છે. આ પ્રવૃત્તિઓમાં પ્રદૂષણ અને વીજળી નાં થાંભલા થી અથડાઈને મૃત્યુ મુખ્ય છે.

ભાવનગરમાં અન્ય જળ પ્લાવિત વિસ્તારો સહિત કુંભારવાડા વેટલેન્ડ માં પ્રદૂષણ થી લઈને નાશ થઈ જવા સુધીની અનેક મુશકેલીઓ ઊભી થઈ છે.ભાવનગર માં મીઠા પાણીના 5 જળાશયો છે અને અઢળક સંખ્યામાં સોલ્ટ પાન પણ છે. જો કોઈપણ વેટલેન્ડ નું પાણીનું સ્તર જાળવવામાં આવે , ગંદુ પાણી ફિલ્ટર થયા પછી તેમાં છોડવામાં આવે, માનવીય દખલ ઘટાડવામાં આવે તો ઘણી હકારાત્મક અસરો સર્જાય. મોટાભાગના પક્ષીઓ ઇલેક્ટ્રિક શોકથી નહિ પણ વીજળીના થાંભલા ને અથડાઈને મરતા હોય છે માટે જો વીજળીની સુવિધા અન્ડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવે તો પણ પક્ષીઓને બચાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...