ભાવનગરના હિલપાર્ક, સીદસર રોડ અને કાળીયાબીડના રસ્તા, લાઈટ અને પોલીસચોકી સહિતના પ્રશ્નો અંગે આ વિસ્તારના રહેવાસીઓએ વિસ્તૃત રજૂઆત કરેલ છે.રજૂઆતમાં જણાવેલ છે કે હીલપાર્ક-1 ચોકડીથી સીદસર ગામ સુધી રોડનું કામ પૂર્ણ કરેલ નથી. સેન્ટ્રલી લાઈટ પણ બાકી છે આ તો ચૂંટણી પહેલાનું કાર્ય છે.
હીલપાર્ક-1 ચોકડી ઉપર ઈસ્કોન ટેમ્પલ સર્કલ બનાવવાનું વચન શાસક પક્ષે આપેલ આજ સુધી સર્કલ બનેલ નથી. સર્કલ ઈસ્કોન ટેમ્પલ ક્યાંથી બનાવે દબાણ હટાવી દયો તો સર્કલ બનાવે ને, સરદાર પટેલ સ્કૂલ પાસે સપ્તપદી હોલથી હિલપાર્ક-1 ચોકડી સુધી ખૂબજ અંધારૂ રહે છે તો લાઈટેડને મોટા એંગલ (પાઈપ) નાળી ઊંચે લાઈટો લેવડાવી પડે અને મોટી LED લાઈટો નાખવી પડે તે કામ પણ થતુ નથી. અગાઉ રજૂઆત કરેલ છે.
ભગવતી સર્કલ ઉપર ટેમ્પરરી પોલીસ ચોકી બનાવી તે પોલીસ ચોકી કાયમ માટે બનાવી જોઈએ કારણ કે ત્યાં આજુબાજુ ઘણીબધી શાળાઓ આવેલ છે અને લુખ્ખાઓ ફરે છે.ભાવનગર શહેર આજે પણ ખાડાનગર તરીકે પ્રખ્યાત છે. તે છાપ ભૂંસાતી નથી. લીલાસર્કલથી હીલપાર્ક ચોકડી સુધી, રોડ ઉપર ખાડાઓ પડી ગયેલ છે તે રીપેર કરવો જરૂરી છે.
સીટી બસ સેવા સાવ બંધ હાલત જેવી છે ફક્ત 4 બસ ભરી નગર રૂટ ઉપર ચાલે છે બાકી બધી બસો બંધ છે જે પ્રજાને મોંઘવારીમાં રાહતરૂપ સાબિત થાય પણ રાજકારણીઓને પ્રજાની પડી નથી. જુના બધા જ રૂટો શરૂ કરવા જોઈએ જો રીક્ષાવાળા કમાઉ હોય તો બસ સંચાલક શા માટે ન કમાય આ વિચારવું જોઈએ તેમજ પ્રજાને રાહત થાય તેવું કાર્ય કરવૂ જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.