ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન ’હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ માટે વેબસાઇટઃwww.harghartiranga.com નું નિર્માણ કરવામાં આવ્યું છે. નાગરિકો તિરંગા સાથેની પોતાની સેલ્ફી સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટ www.harghartiranga.com પર અપલોડ કરી શકશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર #harghartirangaનો ઉપયોગ કરવા માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (ગાંધીનગર) દ્વારા જણાવાયું છે.
ભારતનો રાષ્ટ્રધ્વજ સમગ્ર ભારત અને ભારતીયો માટે ગૌરવની બાબત છે. ભારતીય રાષ્ટ્રધ્વજનો ઉપયોગ, પ્રદર્શન તેમજ રાષ્ટ્રધ્વજને ફરકાવવું એ માટે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદો-1971 અને ભારતીય ધ્વજ દંડસંહિતા-2002 દ્વારા નિયમન થાય છે. જેની માહિતી ગૃહ વિભાગની વેબસાઇટઃ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.
સક્ષમ સત્તાધિકારીની મંજૂરીથી ભારતીય ધ્વજસંહિતાસંહિતા, 2002 ના ભાગ-2ના ફકરા 2.2ના કલમ-11માં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત (ફરકાવી) શકાશે અથવા જાહેર સભ્ય/ વ્યક્તિના ઘર પર પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે તેમજ દિવસ તેમજ રાત દરમિયાન પણ ફરકાવી શકાશે તેમ સેક્શન અધિકારી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સેક્શન અધિકારીના પરિપત્રમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.