હવામાન:હવે પુન: ઠંડી જામશે, બે દિવસમાં રાત્રે તાપમાન 4.2 ડિગ્રી ઘટયુ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ, મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી
  • હવામાં ભેજનું પ્રમાણ 38 ટકા થઇ ગયુ

ભાવનગર શહેરમાં નવેમ્બરના તૃતિય સપ્તાહમાં ધીમી ગતિએ રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો શરૂ થઇ ગયો છે. ભાવનગર શહેરમાં બે દિવસમાં લઘુત્તમ ઉષ્ણતામાન બે દિવસમાં 4.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 38 ટકા નોંધાયું હતુ. હવે નવેમ્બરના અંત અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીની તીવ્રતા વધશે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે ઘટીને 32.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ભાવનગર શહેરમાં ખાસ તો લઘુત્તમ ઉષ્ણતામાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 23 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 48 ટકા હતુ તે આજે 10 ટકા ઘટીને 38 ટકા થઇ ગયું હતુ. જ્યારે શહેરમાં પવનની ઝડપ બમણી થઇને 8 કિલોમીટર થઇ ગઇ હતી.

આમ આગામી દિવસોમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનની ગતિ વધતા ભાવનગરમાં શિયાળાની ઠંડીનો આરંભ થશે.

રાત્રે તાપમાનમાં ઘટાડો

તારીખમહત્તમલઘુત્તમ
24 નવે.32.6 ડિગ્રી20.6 ડિગ્રી
23 નવે.33.1 ડિગ્રી23.0 ડિગ્રી
22 નવે.33.3 ડિગ્રી24.0 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...