966 વર્ગખંડોની ઘટ છે ત્યારે:હવે જર્જરિત ક્લાસ શોધવા નવી કમિટિનું ગઠન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પ્રાથમિક શાળાઓના જૂના પ્રશ્ન અણઉકેલ છે ત્યાં નવા મુદ્દાઓ આવી ગયા
  • ભાવનગરમાં બે વર્ષમાં માત્ર 72 નવા વર્ગખંડોનું નિર્માણ, ત્રણ સભ્યોની સમિતિ રચી રિપોર્ટ મંગાવાયા

ભાવનગર સહિત રાજ્યમાં એક તરફ પ્રાથમિક શાળાઓમાં સેંકડો વર્ગખંડોની ઘટ છે તે સ્થાપવામાં આવતા નથી ત્યારે બીજી બાજુ નવા પરિપત્ર મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવેલા જર્જરિત અને ભયજનક વર્ગખંડો કે મકાનો તોડી પાડવા માટે કાર્યપદ્ધતિ નક્કી કરવા સમિતિ રવામાં આવી છે. ભાવનગરનું દ્રષ્ટાંત લઇએ તો જિલ્લાની સરકારી ભાવનગર જિલ્લામાં જ સરકારી પ્રાથમિક શાળાઓમાં 966 વર્ગખંડોની ઘટ છે. જ્યારે 127 સરકારી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી. આ આંકડા ખુદ સરકારે વિધાનસભામાં આપેલા છે. ત્યારે આ દિવાલો અને વર્ગખંડોની ઘટ પૂરવાને બદલે નવા આયોજનો માટે કમિટિઓ રચવામાં આવી રહી છે.

જેથી જૂના પ્રશ્નો ભુલાઇ જાય. શિક્ષણ વિભાગ માટે સરકારે દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા ફાળવવા છતાં વાસ્તવિકતા એ છે કે છેલ્લા બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર 72 નવા વર્ગખંડો બનાવાયા છે બાકી રહેલા વર્ગખંડો આગામી વર્ષોમાં તબક્કાવાર ઝડપથી બનાવશો તેવી હૈયાધારણ વિધાનસભામાં આપવામાં આવતી હોવા છતાં સ્થિતિ સુધરતી નથી. તેમાં હવે શિક્ષણ વિભાગે નવા પરિપત્ર મુજબ જર્જરિત વર્ગખંડો અને મકાનો તોડીને તેના સ્થાને નવા મકાનો બાંધવાની પ્રક્રિયા માટે જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર(પંચાયતના માર્ગ-મકાન વિભાગ ) તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સમિતિ રચી છે.

પણ આમાં સવાલ એ આવે કે જ્યારે ખુદ સરકારે કબૂલ્યુ છે કે બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર 72 નવા વર્ગખંડો બનાવાયા છે ત્યારે આ નવેસરથી કમિટિ રચી છે તેનું કાર્ય કેવું અને કેટલું થશે ? એકટલાક જાણકારોના કહેવા મુજબ આ તો એક મુદ્દાથી બીજા મુદ્દે ધ્યાન ભટકે તે માટે આયોજન છે. બાકી ખરેખર તો શાળાઓમાં બાકી છે ત્યાં વર્ગખંડો અને કમ્પાઉન્ડ વોલ બનાવાની તાકીદે જરૂર છે. જેથી શિયાળો, ઉનાળો અને ચોમાસામાં વિદ્યાર્થીઓને ટાઢ, તડકો અને વરસાદથી મુશ્કેલી ન પડે.

અન્ય સમાચારો પણ છે...