તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:વિદેશ જવા ઇચ્છુકોને રસીના બીજા ડોઝ માટે હવે સુવિધા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરદારનગર અર્બન હેલ્થ સોસાયટીનો સંપર્ક કરવો

જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આંતરરાષ્ટ્રીય યાત્રા કરવા માંગતા હોય તથા તેવા લોકો કે જેઓ વિદેશમાં જોબ કરે છે તથા એથ્લેટ સ્પોર્ટ્સ પર્સન અને તેમની સાથેનો સ્ટાફ કે જેઓ આંતરરાષ્ટ્રીય યાત્રા તા.31મી ઓગસ્ટ, 2021 પહેલા કરવાની થતી હોય તેમજ કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તેઓને બીજો ડોઝ આપવા માટે (પ્રથમ ડોઝના 28 દિવસ પછી) ભાવનગર શહેરી વિસ્તારમાં વસતા આવા લાભાર્થીઓએ આરોગ્ય વિભાગ હસ્તક અર્બન હેલ્થ સોસાયટી, સરદારનગર ખાતે મેડિકલ ઓફિસર ડો.રોનકભાઇ રાઠોડનો નિયત ડોક્યુમેન્ટ સાથે સંપર્ક સાધવાનો રહેશે.

આ ડોક્યુમેન્ટમાં વ્યક્તિ જે દેશમાં જવાના હોય ત્યાંના માન્ય વિઝા તથા એમ્પ્લોઈ વર્ક ઓર્ડર, બીજો કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ લેવા માટે રિક્વેસ્ટ લેટર, પ્રથમ વેક્સિનનો ડોઝ લીધેલ હોય ત્યારે જે પુરાવો રજૂ કર્યો હોય (આધારકાર્ડ, પાનકાર્ડ) તેની નકલ અને પાસપોર્ટની નકલ (વેરિફિકેશન માટે) સહિતના ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા બાદ યોગ્ય જણાયેલ વ્યક્તિઓને તેમના નિવાસસ્થાનથી નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...