ફેબ્રુઆરીમાં પતંગ ચગશે!:છઠ્ઠી સદીમાં 24 ડિસેમ્બરે પતંગ ચડતા, હવે 5000 વર્ષ પછી ફેબ્રુઆરી માસમાં ઊજવાશે મકરસંક્રાંતિ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આવતો હિન્દુ ધર્મનો મોટો તહેવાર
  • મહાભારત કાળમાં ડિસેમ્બરમાં મકરસંક્રાંતિ ઊજવાતી, દર વર્ષે સૂર્યની ગતિ 20 સેકન્ડ વધતી હોવાથી આ ફેરફાર

હિન્દુ ધર્મના તહેવારો સ્વાભાવિક રીતે હિન્દુ પંચાંગની તિથિ મુજબ ઊજવાય છે. માત્ર મકરસંક્રાંતિ એક જ એવો તહેવાર છે, જેની ઉજવણી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે થાય છે. સૂર્યની મેષથી મીન સુધીની બાર રાશિનું ભ્રમણ 365 દિવસ 6 કલાક અને 48 મિનિટમાં પૂર્ણ થાય છે. દર ચાર વર્ષે લીપ યર આવતું હોઈ, એક સૂર્ય વર્ષ 365 દિવસનું બને છે. સૂર્ય દર વર્ષે 14મ જાન્યુઆરીએ મકર રાશિમાં નિરયણ ગતિએ પ્રવેશ કરતો હોવાથી એને મકર સંક્રાંતિ કહેવાય છે.

સૂર્ય સાયન ગતિથી 21 ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશી ગયો છે તેમજ ઉત્તરાયણ પણ શરૂ થઇ ગયુ઼ં છે. એક રસપ્રદ માહિત એ છે કે આગામી 5000 વર્ષ પછી આ તહેવાર જાન્યુઆરીને બદલે ફેબ્રુઆરી માસમાં ઊજવાશે. આ અંગે વધુ વિગત આપતા જ્યાતિષશાસ્ત્રના અભ્યાસુ કિરીટભાઇ ત્રિવેદી જણાવે છે કે ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, સૂર્યની ગતિ દર વર્ષે 20 સેકેન્ડ વધતી હોવાથી આગામી 5000 વર્ષ બાદ મકર સંક્રાંતિનો તહેવાર ફેબ્રુઆરીમાં આવશે.

ભૂતકાળમાં જોઇએ તો મહાભારત કાળમાં મકરસંક્રાંતિ ઊજવાતી હતી. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં છઠ્ઠી સદીમાં આ તહેવાર 24મી ડિસેમ્બરે ઊજવાતો હતો. સમ્રાટ અકબરના સમયમાં 10મી જાન્યુઆરીએ અને 11મી જાન્યુઆરીએ ઊજવાતો હતો. સૂર્ય દર વર્ષે 21મી ડિસેમ્બરે સાયન ગતિએ મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી સાયન મકર સંક્રાંતિ 21મી ડિસેમ્બરે ઊજવાય છે અને એ દિવસથી સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી ઉત્તરાયણ પણ ઊજવાય છે.

શું છે સૂર્યની સાયન અને નિરયન ગતિ ?
પશ્ચિમના દેશોમાં સૂર્ય સહિત તમામ ગ્રહોની સાયન ગતિ જોવામાં આવે છે, જ્યારે ભારતમાં સૂર્ય સહિતના ગ્રહોની નિરયન ગતિ જોવામાં આવે છે. સૂર્યના સાયન રાશિમાં પ્રવેશને ઝોડિયાક સાયન પણ કહેવાય છે. આપણા ઋષિ-મુનિઓ પણ ખગોળશાસ્ત્રીઓ હતા, આથી તેમણે દરેક ગ્રહોની નિરયન ગતિને શોધી. આ અતિસૂક્ષ્મ ગતિ છે. ગ્રહોની સાયન ગતિ અને નિરયણ ગતિ વચ્ચે લગભગ 15 દિવસથી લઇને સવા વર્ષનો તફાવત આવે છે. આ બન્ને ગતિને શોધવા માટે ગ્રહોની જે સામાન્ય ગતિ હોય એમાંથી હયનોશ બાદ કરવાથી ગ્રહોની નિરયન ગતિ આવે છે.

અન્ય સમાચારો પણ છે...