નિર્ણય:હવે GST રિફંડ મેળવવા માટે આધારકાર્ડ અધિકૃતતા જરૂરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્તમાન કરદાતા માટે પણ આધાર ઓથેન્ટિકેશન અમલી

દેશની કરવેરાની આવક પૈકી સૌથી મહત્વપૂર્ણ ગણાતી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં સૌથી વધુ છેડછાડ કરી અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. જીએસટી કાઉન્સિલ પણ હવે નિયમો કડક બનાવી રહી છે, જેના કારણે ગેરરીતિઓ પર અંકુશ મેળવી શકાય.

જીએસટી કાઉન્સિલની મળી ગયેલી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષથી જીએસટી કરચોરી પર લગામ લગાવવાની બાબતમાં મેરોથન બેઠકો ચાલી રહી હતી, અને દેશના નિષ્ણાંતોના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.

સૌથી વધુ જીએસટી સાથે ચેડા વેરાશાખ, રીફંડ સાથે જ કરવામાં આવી રહ્યા હતા, અને તેને કાઉન્ટર કરવાની માથાપચ્ચી ચાલી રહી હતી. હવે જીએસટી રીફંડ ક્લેમ કરવા માટે ફરજીયાતપણે આધાર ઓથોન્ટિકેશન કરાવવાનું રહેશે. જે આધાર નંબર જીએસટી રજીસ્ટ્રેશન વખતે આપવામાં આવ્યો હશે તેને અને રજીસ્ટર્ડ મોબાઇલ પણ ઓટીપી સાથે આધારની અધિકૃતતા કરાવવાની રહેશે. ઉપરાંત વર્તમાન કરદાતાઓએ પણ આધાર ઓથેન્ટિકેશન કરાવવાનું આવશ્યક બનાવવામાં આવ્યુ છે. જેના કારણે જે ખોટા નંબરો મેળવવામાં આવેલા છે, અથવા કોઇકના દસ્તાવેજોના આધારે નંબર મેળવવામાં આવ્યા છે તેની પરખ થઇ શકશે અને આગામી સમયમાં આવા ભૂતિયા રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં પણ તંત્રને સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...