પુનઃ વિવાદ ઉભો થતાં ચર્ચા:સરકારી વાહનોની જપ્તી મામલે ટેક્સ ઈન્સ્પેક્ટરને પણ નોટીસ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વાહનોને ટેક્સમાંથી મુક્તિ હોવા છતાં કલેક્ટર સહિતના વાહનોની જપ્તિનું લિસ્ટ સાઈટ પર ચડાવ્યુ હતું

મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વાહનોનો રોડ વેરો ભરવો ફરજિયાત હોય છે. પરંતુ તેમાંથી સરકારી વાહનોને મુક્તિ અપાયેલી છે. તેમ છતાં કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ના સરકારી વાહનોનો બાકી રોડ વેરો હોવા બાબતે જપ્તી કાઢી તેનું લીસ્ટ વેબસાઇટ પર મૂકાતા ભારે હોબાળો મચ્યો હતો. ચાર મહિના પૂર્વે જૂન માસમાં કોર્પોરેશનના ટેક્સ કલેક્શન વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓના સરકારી વાહનોની જપ્તી કઢાતા આ ગંભીર ભૂલ બાબતે તત્કાલિન કલેકટર પણ ચોકી ઉઠ્યા હતાં અને તે બાબતે જવાબદાર અધિકારીઓને પણ ખખડાવ્યા હતા.

ચાર મહિના પૂર્વે જ્યારે આ હોબાળો મચ્યો ત્યારે સીધા જ જવાબદાર બનતા અધિકારી ટેક્સ કલેક્શન ઓફિસર રમેશ હાવલીયાને નોટીસ ફટકારી હતી. અને ત્યારબાદ આ પ્રકરણની તપાસ આગળ વધતા નિયંત્રણ અધિકારી દ્વારા પણ રિપોર્ટ રજૂ કરતાં તેના આધારે નાયબ કમિશનર દ્વારા ટેક્સ ઇન્સ્પેક્ટર અરવિંદ મેરને પણ નોટીસ આપવામાં આવી હતી. ચાર મહિના બાદ પુનઃ સરકારી વાહનોની જપ્તીનું ભૂત ધુણતા પાલિકા વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...