તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:કે.જી.ની પરીક્ષા ગોઠવતા સેન્ટ મેરી સ્કૂલને નોટિસ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ ભંગ સામે ડીઇઓ કચેરીની લાલ આંખ
  • માસ પ્રમોશનની જાહેરાત છતાં પરીક્ષા યોજતા શાળાની માન્યતા રદ કરવા નોટિસ

આ વર્ષે કોરોનાના સંક્રમણને લીધે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરી હોવા છતાં ભાવનગર શહેરમાં સેન્ટ મેરી હાઇસ્કૂલમાં યુ.કે.જી.ના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા રાખી હોવાની જાણ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને થતાં આ શાળા ખાતે ડીઇઓ કચેરીએ રેડ કરતા વાલીઓને પરીક્ષાનું ટાઇમ ટેબલ સાથે મેસેજ કર્યો હોવાનું જાણમાં આવતા ડીઇઓ કચેરીના ઇ.આઇ એમ.આર.પાંડેએ સ્થળ પર જ આ શાળાની માન્યતા રદ શા માટે ન કરવી તે બાબતની નોટિસ ફટકારી હતી.

હાલની કોરોનાની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓાને પરીક્ષા લેવાને બદલે માસ પ્રમોશનનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આમ છતાં સેન્ટ મેરી શાળાના યુકેજીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા રાખવામાં આવી હોવાની જાણ થતા જ ડીઇઓ કચેરી દ્વારા સેન્ટ મેરી સ્કૂલે જતા શાળા દ્વારા વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને.

માનસિક હેરાન-પરેશાન કરવાનું ચાલુ રાખવાનું જાણમાં આવ્યું હતુ. ઉપરાંત પરીક્ષા પણ યોજતા આ શાળાની માન્યતા રદ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. અન્ય પણ જે શાળાઓ સરકારની ગાઇડલાઇન વિરૂદ્ધ જઇને આ પ્રકારની કામગીરી કરશે તેવી શાળાઓની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો