તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:માર્કશીટ વગર ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ શરૂ કરનારી 20 શાળાને નોટિસ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ધો.10માં ગુજરાત સરકારે તમામ વિદ્યાર્થીઓને પાસ કરવા માસ પ્રમોશનનો નિર્ણય જાહેર કર્યો છે. પરંતુ ધો.10ની માર્કશીટ તથા પાસિંગ સર્ટિફિકેટ બાબતે કોઇ પણ પ્રકારની સૂચના કે પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વાર જાહેર કરાયો નથી. ધો.11માં પ્રવેશ બાબતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિચારણા કરી રહ્યું છે. તેમ છતાં ભાવનગરમાં 20 જેટલી ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરતા ડીઇઓએ તેની સરકારની નિમયોનું ઉલ્લંઘન ગણાવીને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે.

આ શાળાઓએ સરકારના પ્રવેશના નિયમોનો ભંગ કર્યો હોય તેમજ ધો.10ની માર્કશીટ તથા પાસીંગ સર્ટિફિકેટ સિવાય ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી બોર્ડના નિયમોનો ભંગ કરતા ડીઇઓ એન.જી. વ્યાસ તથા ઇ.આઇ. એમ.આર.પાંડેએ જણાવ્યું છે કે આ તમામ 20 શાળાઓ વિરૂદ્ધ કાર્યવાહી કેમ ન કરવી ? તે બાબતે નોટિસ ફટકારી શાળાઓને ખુલાસા માટે ત્રણ દિવસનો સમય પાઠવાયો છે. જો 3 દિવસમાં ખુલાસો નહીં રજૂ કરવામાં આવે તો સંસ્થાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ બોર્ડમાં મોકલવામાં આવશે તેવી ચીમકી આપી છે.

કોઇ શાળાઓમાં પ્રવેશ અપાતો નથી
ભાવનગરની ખાનગી શાળાઓમાં ધો.11 સાયન્સમાં હાલ પ્રવેશ કાર્યવાહી નહીં પણ સરકારની ગાઇડલાઇન મુજબ પ્રવેશ કાર્યવાહી અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ પસંદગી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એક પણ શાળાઓમાં પ્રવેશ અાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. - મનહરભાઈ રાઠોડ, પ્રમુખ, ભાવનગર સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ ફેડરેશન

અન્ય સમાચારો પણ છે...