તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી:ભાવનગર શહેરમાં જર્જરિત ઈમારતો ઉતારી લેવા માટે મનપા દ્વારા નોટિસ ફટકારાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાને ધ્યાનમાં રાખી મનપા દ્વારા કાર્યવાહી કરાઈ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇને ભાવનગર મહાનગરપાલિકાની હદમાં આવેલ જર્જરિત મકાનો, બાંધકામ વાળી મિલકતો એ જર્જરીત હાલતમાં હોય અને જોખમકારક બનેલ હોય તેવા જર્જરિત મકાનો, મિલકતો ભારે વરસાદ, કુદરતી હોનારત કે અન્ય કારણોસર તૂટી પડે અને કોઈના જાનમાલને નુકસાન થાય તે માટે તેવા તમામ મિલ્કત ધારકો એ મિલકતો પાડી નાખવી અથવા ઉતારી લેવા તંત્ર દ્વારા જણાવ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકાની હદ આવતી તમામ વિસ્તારમાં જર્જરિત મકાનો, બાંધકામ મિલકત, જર્જરિત હોય તે ભારે વરસાદ કે કુદરતી હોનારતને કારણે અથવા તો અન્ય કારણોસર તૂટી પડે તેવી સ્થિતિમાં હોય તેવી તમામ મિલકતો તાત્કાલિકપણે ઉતારી લેવા, પાડી દેવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવે છે, જર્જરિત કે જોખમી મિલ્કતો રીપેરીંગ કરાવી લેવાની કે ઉતારી લેવાની જવાબદારી જે તે મિલકત ધારકની છે.

જેથી આ જાહેર નોટીસથી તમામ જર્જરિત મિલકતો જેવી કે ફ્લેટ, બહુમાળી ઇમારતો અને તમામ જર્જરિત મકાનો અંગે સંબંધિત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી ન કરવાથી કોઇ આકસ્મિક ઘટના બનશે અને જાહેર જનતા અથવા તો કોઈને જાનમાલ નુકસાન થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મિલકત ધારક ની રહેશે તેમ ભાવનગર મહાનગરપાલિકા ના કાર્યપાલક ઈજનેર એ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...