તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:કોવિડ કેર સેન્ટરની સુવિધા વધારવા નહીં, વિગતો મેળવવામાં વ્યસ્ત તંત્ર

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોર્મેટમાં વારંવાર ફેરફારથી પારાવાર હાલાકી
 • રોજે રોજ નીતનવી બિનજરૂરી માહિતીઓ મંગાવતા તલાટીઓ પણ માહિતીમાંથી ઉંચા જ નથી આવતા

ભાવનગર જિલ્લામાં વધતા જતા કોરોના કહેરને નિયંત્રણમાં લેવા ગામે ગામ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ જન ભાગીદારીથી શરૂ થયેલા સેન્ટરોમાં સુવિધા, દર્દી, બેડ સહિતની વિગતો જિલ્લા પંચાયત દ્વારા રોજેરોજ તલાટીઓ પાસેથી મંગાવી તો રહ્યા છે પરંતુ તેમાં પણ ફોર્મેટમાં વારંવાર ફેરફારને કારણે તલાટી મંત્રીઓને પણ મુશ્કેલી ઊભી થાય છે.

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ 667 ગ્રામ પંચાયતમાં જનભાગીદારીથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરાયું છે. ધીરે ધીરે શાળાઓ અને સંસ્થાઓમાં કેર સેન્ટર શરૂ થઈ રહ્યા છે. દાતાઓ દ્વારા પણ સહયોગ સાંપડી રહ્યો છે.

તલાટી મંત્રીઓ દ્વારા ઉભા કરાતા સેન્ટરમાં કેટલી કેટલી સુવિધા જેવી કે શૌચાલય, પાણી,ઓક્સિજન,લાઈટ,જમવા, દવા તેમજ દર્દીની સંખ્યા,બેડ સહિતની વિગતો તો રોજે રોજની જિલ્લા પંચાયત દ્વારા મંગાવવામાં જ આવે છે પરંતુ તલાટીઓને કેર સેન્ટરમાં ધ્યાન આપવાને બદલે એકલુ રિપેરિંગમાં વધુ સમય વેડફાતો હોય તેમ રોજ નવા ફોર્મેટ સાથે નવી નવી બિનજરૂરી વિગતો મંગાવતા તલાટી મંત્રીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. આમ કોરોના કાળમાં જિલ્લામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માટેની સુવિધાઓ વધારવાને બદલે તલાટીઓ પાસેથી રોજેરોજ જુદી-જુદી માહિતી જુદા-જુદા ફોરમેટમાં મંગાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો