ખતરો:અલંગમાં HKCની સવલતો છતા E.U.ની માન્યતા નહીં

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરને મૂકીને સરકાર આંધ્રમાં શિપબ્રેકિંગ ઉદ્યોગને વિકસાવશે
  • ​​​​​યુરોપીયન યુનિયનની માન્યતાથી પોષણક્ષમ ભાવથી શિપ મળે

અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવશ્યક્ હોંગકોંગ કન્વેન્શન (એચકેસી) મુજબની સવલતો મોટાભાગના પ્લોટમાં ઉપલબ્ધ છે, છતા યુરોપીયન યુનિયન (ઇ.યુ.) માન્યતા આપવા માટે વિલંબ કરી રહ્યુ છે.

કરોડો રૂપિયાના ખર્ચે પ્લોટ અપગ્રેડ કરાવવામાં આવ્યા

સમયાંતરે શિપ બ્રેકિંગની પધ્ધતિઓમાં પર્યાવરણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તબદીલીઓ કરવામાં આવી રહી છે. શિપબ્રેકિંગ ક્ષેત્રે હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબની સવલતો અલંગમાં મોટાભાગના શિપ બ્રેકિંગ પ્લોટમાં મોજુદ છે. કરોડો રૂપિયાના ખર્ચે પ્લોટ અપગ્રેડ કરાવવામાં આવ્યા છે.

બીચિંગ પધ્ધતિથી જ શિપબ્રેકિંગ
યુરોપીયન યુનિયન દ્વારા તૂર્કિના અલિયાગા શિપબ્રેકિંગ યાર્ડને માન્યતા આપવામાં આવેલી છે, ત્યાં પણ બીચિંગ પધ્ધતિથી જ શિપબ્રેકિંગ થાય છે, અને ત્યાંની સવલતો, નિયમો, પર્યાવરણની જાળવણી અલંગની સરખામણીએ ઉતરતી કક્ષાની છે. અન્ય જહાજોની સરખામણીએ ઇ.યુ. દ્વારા ફાળવવામાં આવતા જહાજોના ભાવ સસ્તા હોય છે.

ઇ.યુ.ની માન્યતા મળવાની કાગડોળે રાહ
​​​​​​​અલંગમાં ઇ.યુ.ની માન્યતા માટે લાંબા સમયથી રાહ જોવડાવવામાં આવી રહી છે, પરંતુ નધણીયાત હાલતમાં ગરકાવ અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને ઇ.યુ.ની માન્યતા મળવાની કાગડોળે રાહ છે. ઇ.યુ. દ્વારા ટ્રોમા સેન્ટર, જોખમી કચરાના સંચાલનનું અપગ્રેડેશન જેવી બાબતોને આગળ ધરવામાં આવી છે. આ તમામ બાબતો સંબંધિત સરકારો દ્વારા પરિપૂર્ણ કરવાની રહે છે, પરંતુ હજુ સુધી પૂર્તતા કરવામાં આવી નહીં હોવાથી ઇ.યુ. દ્વારા માન્યતા આપવામાં વિલંબ સર્જાય રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો સ્વખર્ચે ઉભી કરી
સમયાંતરે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જાપાનની મદદથી અલંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્લોટમાં ઉભી કરાવવામાં આવશે તેવી ગુલબાંગો પોકારવામાં આવી હતી. પરંતુ 100થી વધુ પ્લોટનું આંતરરાષ્ટ્રીય સ્તરનું અપગ્રેડેશેન સ્ટેક હોલ્ડરોએ સ્વખર્ચે કરેલું છે, તેમાં જીએમબી દ્વારા કોઇપણ પ્રકારની આર્થિક મદદ, રાહત આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...