તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ફાયર સેફ્ટીમાં સીલ બાબતે તમામ શાળાઓને એક સમાન ગણો નહીં

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓને ઉદ્યોગો કે શોપિંગ મોલની કેટેગરીમાં ન મૂકી શકાય
  • શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆત, શાળાઓએ બોર્ડના પરિણામ તૈયાર કરવાના છે તેને ધ્યાનમાં લ્યો

ભાવનગર સહિત તમામ મહાનગરો કે શહેરમાં આવેલી શાળાઓમાં બીયુ પરમિશન અને ફાયરસેફ્ટી સર્વિસ બાબતે શાળાઓના મકાન, બહુમાળી મકાન, ઔદ્યોગિક એકમોને સીલ મારવામાં આવે છે ત્યારે ગુજરાતના શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે આ કાયદો આવ્યો ત્યારે શરૂ થયેલી શાળાઓમાં આ પ્રકારની મંજુરી મેળવી છે. પરંતુ કાયદો આવ્યો તે પહેલાની જે શાળાઓ ચાલે છે ત્યાં આ પ્રકારની પરમિશન નથી. તેમજ મહાનગરોની આજુબાજુના ગામના વિસ્તારોનો સમાવેશ કરાતા આ વિસ્તારની શાળાઓમાં જે તે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ મકાન માટેના પ્રમાણપત્રો છે તેના આધાર પર બીયુ પરમિશન મળતી નથી.

ભાવનગર શાળા સંચાલક મહામંડળના કે.એ.બુટાણીએ વધુમાં જણાવ્યું છે કે ફાયર સેફટી બાબતે શાળાઓને ઔદ્યોગિક અને શોપિંગ મોલની કેટેગરીમાં ગણતરી કરી એક જ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવ્યા ઉદ્યોગ કે બહુમાળી શોપિંગ સેન્ટરોમાં જે રીતે આગ લાગે તેના કરતાં શાળાઓમાં આગ લાગવાની સંભાવના ઓછી હોય છે. હાલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે અને સરકાર દ્વારા હાલમાં ધોરણ 10 ની પરિણામ બનાવવાની ગાઈડલાઈન પણ નક્કી કરવામાં આવી છે શાળાના તમામ રેકર્ડ શાળામાં હોવાથી શાળાઓનું પરિણામ સમયસર બને તે માટે તેમજ શાળાઓ ના વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય નહિ તે માટે આવી શાળાઓને ન સીલ મારવા તેમજ જે શાળાની સીલ માર્યા છે. સીલ ખોલવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...