તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની મહામારી:ભાવનગરમાં એક પણ સેલ્ફ ફાયનાન્સ શાળા આ વર્ષે ફીમાં વધારો કરશે નહીં

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવક ચાલુ હોય તેવા વાલીને ફી ભરી દેવા અનુરોધ
 • આર્થિક મુશ્કેલી હોય તે વાલીઓને ફી ભરવા માટે વધુ સમય અપાશે

કોરોનાની મહામારીને લીધે વિકટ સ્થિતિ સર્જાઇ છે ત્યારે ગુજરાત શાળા સંચાલક મહામંડળે જણાવ્યું છે કે શાળાઓ બંધ હોય એવી સ્થિતિમાં જે વાલીઓની આવક બંધ છે અને આર્થિક વ્યવસ્થા નથી તેમના માટે ફી લેવાનો કોઇ દૂરાગ્રહ નથી. પરંતુ જે વાલીઓ નોકરી કે વ્યવસાય કરે છે અને નિયમિત આવક છે તેઓને ખાનગી શાળાની પણ સ્થિતિ શિક્ષકોના પગાર, મકાન ભાડું, મકાન લોન અને અન્ય ખર્ચને વિચારી સંતાનોની ફી ભરવા અનુરોધ કરાયો છે. 

નવું સત્ર ખુલ્લે ત્યારે હપ્તથી ભરી આપે
લોકડાઉનના સમયગાળામાં રાજ્ય સરકારની સૂચના મુજબ વર્ષ 2020-21ની ફી વધારવાની નથી. માર્ચ-એપ્રિલ અને મે માસની ફી જે વાલીની બાકી છે જે અત્યારે ભરી શકે તેમ નથી તે નવું સત્ર ખુલ્લે ત્યારે હપ્તથી ભરી આપે. આ માટે શાળાને પત્ર લખી જાણ કરવા જણાવાયું છે. આર્થિક મુશ્કુલી હશે તો ફી ભરવાનો સમયગાળો વધારી આપશે. આ વ્યવસ્થા અનુસાર કોઇ પણ વાલીને ફી અંગે કોઇ પણ પ્રશ્ન હશે તો જે તે સમયે પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. બાકી કોઇ અસમજમાં ન રહેવા અને અફવાઓથી ન દોરાવવા ગુજરાત સ્વનિર્ભર સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો