કોરોના અપડેટ:શહેર-ગ્રામ્યમાં એકેય પોઝિટિવ કેસ નહીં : 4 દર્દી કોરોનામુક્ત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર શહેરમાં રિકવરી રેઇટ વધીને 98.75 ટકા થયો
  • શહેરમાં બે દિવસમાં 15 દર્દીએ કોરોના સામે જીતેલો જંગ : હવે શહેરમાં 16 દર્દીઓ કોરોનાની સારવારમાં

ભાવનગર શહેરમાં બે દિવસથી કોરોનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બે દિવસ દરમિયાન શહેરમાં કુલ 15 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા હવે ભાવનગર શહેરમાં 16 દર્દીઓ કોરોનાની સારવારમાં રહ્યાં છે. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે પણ એકેય નવો પોઝિટિવ કેસ ન નોંધાતા ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવારમાં એક દર્દી હોસ્પિટલમાં છે. ભાવનગર શહેરમાં આ સપ્તાહમાં કોરોનાના રોગચાળાની સ્થિતિમાં હકારાત્મક સુધારો થયો છે.

ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યા 32ને આંબી ગયા બાદ ગઇ કાલે એક દિવસમાં 11 અને આજે વધુ ચાર દર્દીઓ કોરોનામુક્ત થતા 48 કલાકમાં 15 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે. ભાવનગર શહેરમાં આજે 3 પુરૂષ અને એક મહિલા રોગમુક્ત થયા હતા. હવે ભાવનગર શહેરમાં 16 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. જ્યારે 117 લોકો હોમ ક્વોરેંટાઇન છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 14062 દર્દીઓ મળ્યા છે અને તે પૈકી 13886 દર્દીઓ સાજા થઇ જતા શહેર કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.75 ટકા થઇ ગયો છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજે પણ એકેય નવો કોરોના પોઝિટિવ કેસ મળ્યો નથી. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હવે માત્ર એક દર્દી હોસ્પિટલમાં કોરોનાની સારવામાં છે. ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 7449 દર્દીઓ મળ્યા છે અને તે પૈકી 7309 દર્દીઓ સાજા થઇ જતા ગ્રામ્ય કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ 98.12 ટકાએ યથાવત રહ્યો છે. સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21511 દર્દીઓ મળ્યા છે અને તે પૈકી 21195 દર્દીઓ સાજા થઇ જતા શહેર-જિલ્લા કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.53 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...