તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:સતત બીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નહીં

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 3 દર્દીઓ કોરોનામુક્ત થયા
 • શહેરમાં 8 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હવે માત્ર 5 મળી કુલ 13 દર્દીઓ કોરોનાની સારવારમાં

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ જાણે હારી માની લીધી હોય તેમ આજે સતત બીજા દિવસે સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. હવે સમગ્ર જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 13 થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 6058 કેસ નોંધાયા છે અને તે પૈકી 5976 દર્દીઓ કોરોનામુક્ત થલ જતાં ભાવનગર જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ 98.65 ટકા થઇ ગયો છે.

ભાવનગર શહેરમાં કુલ પોઝિટિવ કેસ 3987 નોંધાયા છે અને તેની સામે 3936 દર્દીઓ સાજા થઇ જતાં શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.72 ટકા થઇ ગયો છે. શહેરમાં હાલ 8 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે કોરોના પોઝિટિવના નવા એક પણ દર્દી નોંધાયા ન હતા. જ્યારે 2 દર્દી કોરોનામુક્ત થતા આજ સુધીમાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કુલ પોઝિટિવ કેસ 2071નોંધાયા છે અને તેની સામે 2040 દર્દીઓ સાજા થઇ જતાં શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.50 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો