બ્લેક ફંગસનો કોપ:મ્યુકોરમાયકોસીસનો 25 વર્ષથી નીચેનો એક પણ દર્દી નહિ,201થી વધુની કરવામાં આવેલ સર્જરી

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સર ટી. હોસ્પિટલ ખાતે કુલ 122 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે
  • અત્યાર સુધીમાં 201 ઓપરેશન, દર્દીઓનું સુગર ક્રીએટીનાઈન લેવલ 2 mg/dl આવે તો અઠવાડિયું ઇન્જેક્શન બંધ

ભાવનગર માં મ્યુકોરમાયકોસીસ નાં હાલમાં 122 જેટલા દરદીઓ છે. હવે ધીરે ધીરે જિલ્લામાં મ્યુકોર નાં દર્દીઓ ઘટી રહ્યા છે. એક સમય હતો જ્યારે ભાવનગર માં રોજિંદા 8 થી વધુ કેસ આવતા હતા. છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓની સંખ્યા રોજિંદી 4 થી ઓછી થવા પામી છે. ભાવનગરમાં શુક્રવારે 2 મ્યુકોર નાં કેસ નોંધાયા છે. આ 122 દર્દીઓમાં 112 પોઝિટિવ દર્દીઓ, 7 શંકાસ્પદ અને 3 નેગેટિવ દર્દીઓ નોંધાયા છે.

મ્યુકોરમાયકોસીસ નાં સારવાર હેઠળ નાં દર્દીઓ નું કિડની ફંકશન અને સુગર ક્રીએટીનાઈન પણ ચેક કરવામાં આવી રહ્યું છે. આ લેવલ 0.6 થી 1.2 મી.લી. પર ડી.એલ. હોવું જોઈએ. જે દર્દીઓ માં આ લેવલ 2 થી વધારે હોય તે દર્દીઓ માટે ઇન્જેક્શન ની સારવાર એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવે છે.

અહીં મોટાભાગ ના દર્દીઓને સારવાર દરમિયાન લાયપોફીલાઈઝ્ડ એમ્ફીટેરેસિન બી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સર.ટી. ખાતે કોઈપણ 25 વર્ષથી ઓછી ઉંમરના દરદીને દાખલ કરવામાં આવ્યો નથી. મોટાભાગે નાં દર્દીઓ 40 થી વધુ ઉંમર ધરાવતા અને ડાયાબિટીસ નાં દર્દીઓ છે. સર.ટી. ખાતે અત્યાર સુધીમાં કુલ 201 સર્જરી કરવામાં આવી છે.

ગેસ્ટ્રોઈન્ટેસટાઈનલ
પાચન સંબંધી અંગો પર અસર કરે છે.નાના બાળકોમાં આ પ્રકારનું સંક્રમણ સૌથી વધુ થાય છે. જે બાળકો નો ઓછા મહિને જન્મ હોય અથવા જન્મ સમયે ઓછું વજન ધરાવતા હોય તેવા બાળકોમાં આ સંક્રમણ સૌથી વધુ જોવા મળે છે. આ સંક્રમણ માં ઉદર નાં ભાગમાં દુઃખાવો, ઊબકા અને ઊલ્ટી તથા પાચનતંત્ર માં લોહી પડવાની સમસ્યાઓ સર્જાય છે.

ડીસએમીનેટેડ
આ પ્રકારમાં સંક્રમણ રક્તમાર્ગે એક જગ્યાએથી શરીરના બીજા ભાગોમાં ફેલાય છે. આ સંક્રમણની મોટાભાગે અસર મગજમાં થાય છે. પરંતુ અસર બરોળ, હદય, ચામડી પર થઈ શકે છે.

ક્યુટેનિયસ
ચામડીનાં માધ્યમથી શરીરમાં પ્રવેશે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ કોઈપણ કારણોસર મંદ પડી ગઈ હોય. આ સંક્રમણ ચામડી પર ફોડલા કે ચાંદી પ્રકારે જોવા મળે છે. ફોડલા નાં વિસ્તારમાં દુખાવો, ખૂબ લાલાશ થઈ જવી અને સોજો આવવાના લક્ષણો જોવા મળે છે.

રાહિનોસેરેબ્રલ
નાકના પોલાણ અને મગજ ને અસર કરે છે. જે લોકોમાં અનિયંત્રિત ડાયાબિટીસ અને કિંડીની ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તે લોકોમાં સૌથી વધુ જોવા મળે છે. આ સંક્રમણ માં એક તરફના મોઢાનું સુજાઈ જવું, માથાનો દુખાવો, નાકનું ભરાઈ જવું અને તાવના લક્ષણો જોવા મળે છે.

​​​​​​​પલ્મોનરી
ફેફસાંને સૌથી વધુ અસર કરે છે. કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ તથા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા લોકોમાં આનું સંક્રમણ સૌથી વધુ થઈ શકે છે. આ સંક્રમણ માં તાવ, કફ, છાતીનો દુખાવો અને ટૂંકા શ્વાસ આવવાની તકલીફ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...