કોરોના અપડેટ:એકેય નવો પોઝિટિવ કેસ નહીં શહેરમાં બે દર્દી કોરોનામુક્ત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં રિકવરી રેઇટ 98.56 ટકા થઇ ગયો
  • શહેરમાં​​​​​​​ 9 અને ગ્રામ્ય કક્ષાએ એક મળીને સમગ્ર જિલ્લામાં હવે 10 દર્દી લઇ રહ્યાં છે સારવાર

ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હવે કોરોનાનો કહેર પુન: શાંત થતો જાય છે. આજે શહેર કે ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો નથી. શહેરમાં આજે બે મહિલા દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. સમગ્ર શહેર અને જિલ્લામાં હવે કુલ 10 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. તેની સામે બે મહિલા દર્દીઓ કોરનાના સકંજામાંથી મુક્ત થયા હતા. આથી આજ સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 14064 દર્દીઓ નોંધાયા છે અન તેની સામે આજ સુધીમાં 13895 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.80 ટકા થઇ ગયો છે.

જ્યારે આજે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો પોઝિટિવ કેસ ન નોંધાતા ગ્રામ્ય કક્ષાએ હોસ્પિટલમાં એક દર્દી સારવારમાં છે. ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 7450 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે અને તેની સામે 7310 દર્દીઓ કોરનામાંથી સાજા થઇ જતા ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 98.12 ટકાએ યથાવત રહ્યો છે.

શહેરમાં હાલ 9 અને ગ્રામ્યમાં એક મળીને કુલ 10 એક્ટિવ દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોનાપોઝિટિવના કુલ 21514 દર્દીઓ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 21205 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા સમગ્ર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.56 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...