કોરોનાની સારવાર:એક પણ નવો પોઝિટિવ કેસ નહીં : એક દર્દી કોરોનામુક્ત

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 98.12 ટકા થયો
  • ​​​​​​​શહેરમાં એક અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 2 દર્દી કોરોનાની સારવારમાં : રિકવરી રેઇટ 98.60%

ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે વધુ એક દર્દી કોરોનામુક્ત થતા હવે સમગ્ર શહેર અને જિલ્લામાં કુલ 3 દર્દી કોરોનાની સારવારમાં રહ્યાં છે. ભાવનગર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.60 ટકા થઇ ગયો છે.ભાવનગર શહેરમાં આજે એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો ન હોય આજ સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 14018 દર્દી નોંધાયા છે અને તે પૈકી 13857 દર્દી કોરોના સામે જંગ જીતી જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ 98.85 ટકાએ યથાવત રહ્યો છે.

તો તાલુકા-ગ્રામ્ય કક્ષાએ પણ આજે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આજે એક મહિલા દર્દી કોરોનામુક્ત થતા હવે ગ્રામ્ય કક્ષાએ બે દર્દી કોરોનાની સારવારમાં છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.12 ટકા થઇ ગયો છે. શહેરમાં હાલ 1 અને ગ્રામ્યમાં 2 મળી 3 દર્દી કોરનામાંથી મુક્ત થઇ જાય એટલે ભાવનગર જિલ્લો પુન: કોરોનામુક્ત થઇ જશે.ભાવનગર અગાઉ પણ કોરોના મુક્ત જિલ્લો જઈ ચુક્યો છે તેનુ પુનરાવર્તન થશે.

શહેરમાં પ્રથમ ડોઝમાં રસીકરણ 91.12 ટકા
ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝમાં કુલ લક્ષ્યાંક 4,43,600 લોકોનું છે અને તે પૈકી આજ સુધીમાં કુલ 4,04,227 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા આજ સુધીમાં કોરોના રસીકરણમાં પ્રથમ ડોઝની શહેર કક્ષાએ ટકાવારી 91.12 ટકા થઇ ગઇ છે. જ્યારે બીજા ડોઝમાં આજ સુધીમાં શહેરમાં કુલ 2,36,150 લોકોએ પ્રથમ ડોઝ લઇ લેતા બીજા ડોઝમાં રસીકરણની ટકાવારી 53.23 ટકા થઇ ગઇ છે.

45 વર્ષથી વધુના કુલ 1,69,284 લોકો પૈકી 1,50,428 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા ટકાવારી 88.86 ટકા થઇ ગઇ છે. જ્યારે તેમાં બીજા ડોઝમાં ટકાવારી 75.32 ટકા થઇ ગઇ છે. 18થી 44 વર્ષના કુલ 2,85,542 યુવાનો પૈકી 2,10,888 યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા ટકાવારી 73.86 ટકા થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...