નવા રોગમાં રાહત:ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોર માઇકોસિસનો નવો એક પણ કેસ નહી, પણ એકનું મોત

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધી જિલ્લામાં કુલ 107 દર્દી સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોર માઇકોસિસનો એકપણ કેસ ના નોંધાતા જિલ્લામાં કુલ 107 કેસ સારવાર હેઠળ છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન મ્યુકોર માઇકોસિસના કેસોમાં વધારો થતો જાય છે. પણ આજે રાહતના સમાચાર છે કે એક પણ કેસ નોંધાયો નહીં, ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજદિન સુધીમાં 19 દર્દીઓના સારવાર દરમ્યાન મોત થયા
ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોર માઇકોસિસનાં 0, સસ્પેકટીવ અને 0 કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ 107 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જયારે વધુ એકનું મોત થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ 107 કેસ નોંધાયેલા પૈકી 100 કન્ફર્મ કેસ, 5 સસ્પેક્ટેડ કેસ અને 2 નેગેટિવ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 19 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલા છે. જ્યારે એક રોગમાંથી લોકો મુક્ત થયા ત્યાં બીજો નવા રોગના કેસમાં વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં મ્યુકોર માઇકોસિસના કુલ 292 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...