તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:એકેય નવો કેસ નહીં, એક સાથે પાંચ દર્દી કોરોનામુક્ત

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય કક્ષાએ સાજા થવાનો દર 98.13 ટકા થયો
  • હવે કોરોનાની સારવારમાં સમગ્ર જિલ્લામાં માત્ર 2 દર્દીઓ, જિલ્લામાં રિકવરી રેઇટ 98.61 ટકા

ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે પણ એકેય નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો જ્યારે ગ્રામ્ય પથકમાં આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવની સારવાર લઇ રહેલા 5 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં અને શહેરમાં એકેય દર્દી એક્ટિવ ન હોય હવે શહેર અને તાલુકા-ગ્રામ્યને પુન: કોરોનામુક્ત થવાને આડે માત્ર 2 દર્દીઓ બાકી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,441 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં કુલ 21,142 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા સમગ્ર શહેર-જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.61 ટકા થયો છે.

ભાવનગર શહેરમાં આજ પણ એકેય નવો કેસ નોંધાયો નથી. આથી આજ સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 14,011 કેસ નોંધાયા છે અને તેની સામે 13,851 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.86 ટકા થયો છે. ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોના પોજિટિવના કુલ 7430 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં કુલ 7291 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા તાલુકા-ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.13 ટકા થઇ ગયો છે. હવે સમગ્ર શહેર-જિલ્લાને પુન: કોરોનામુક્ત થવાને આડે 2 દર્દીઓ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...